RBLનાચેરમેન રણછોડભાઈ પટેલને ‘Legendary Beacon in Road & Bridge Construction Award’થીસન્માનિત કરાયા
રણજિત બિલ્ડકોન લિમિટેડ(RBL)ના ચેરમેન અને મક્તુપુર ગામના વતની બી.ઈ. સિવીલ એન્જીનીયર રણછોડભાઈ પટેલનો સમસ્ત મક્તુપુર ગામ અને ગ્રાંચ પંચાયત દ્વારા સન્માન સમારોહનું આયોજન કરાયું હતું. જેમાં મક્તુપુર ગામ રોડ અને બ્રિજ નિર્માણ ગ્રુપ દ્વારા રણછોડભાઈ પટેલને ‘The Legendary Beacon of Road & Bridge Construction Award’સન્માનિત કરાયા હતા.
અમદાવાદ સહિત દેશભરમાં રોડ અને બ્રિજ નિર્માણ કરવામાં મક્તુપુર ગામ મોખરે છે.જે પૈકી રણજિત બિલ્ડકોન લિમિટેડ હાલ ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં એન્જીનીયરીંગ માર્વેલ પ્રોજેક્ટ નિર્માણ કરે છે, જેમાં ગુજરાત મેટ્રોરેલ પ્રોજેક્ટ, રામેશ્વરમાં પમ્બન બ્રિજ, નર્મદા નદી પરનો બ્રિજ સહિત અનેક પડકારરુપ રોડ અને બ્રિજ પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. જે બદલ મક્તુપુર ગામના તમામ રોડ અને બ્રિજ નિર્માણકર્તાઓના પથદર્શક રણછોડભાઈ પટેલનું ભવ્ય સ્વાગત કરાયું.
આ સાથે મક્તુપુર ગામના પનોતા પુત્ર રિયલ એસ્ટેટ ડેવલપર્સ અને રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈનું સમસ્ત મક્તુપુર ગામ દ્વારા સન્માન કરાયું હતું.આ પ્રસંગે મક્તુપુર ગામના તમામ રોડ અને બ્રિજ નિર્માણકર્તાઓ, સિવીલ એન્જીનીયર્સ અને મોટીસંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે, રણછોડભાઈ પટેલે પોતાના જીવનસંઘર્ષનો વાગોળતાં જણાવ્યું હતું કે, મે બાળપણથી જ નક્કી કર્યું હતું કે, મારે સિવીલ એન્જીનીયર બનવું છે. અને નોકરી કરવી નથી માત્ર બ્રિજ અને રોડ બનાવવા છે. રણછોડભાઈ પટેલની સાહસિકતા,કટિબદ્ધતા અને સંકલ્પ શક્તિ મક્તુપુર ગામના નવ સિવીલ એન્જીનીયર્સ માટે પ્રેરણાસ્ત્રોત બનશે. તો, રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈએ પોતાનું સન્માન કરવા બદલ મક્તુપુર ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.