સાયન્સ સિટીમાં રોડ રિડેવલપમેન્ટ કામ ક્યારે થશે પૂર્ણ, સ્થાનિકોનો સવાલ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદના પોશ અને એલિટ ક્લાસ એરિયા સાયન્સ સિટીમાં સીજી રોડ પ્રોજેક્ટ જેવો રોડ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનું નિર્માણકાર્ય છેલ્લા સાડા ત્રણ વર્ષથી કરવામાં આવી રહ્યું છે. પરંતુ, હજુ સુધી આ રોડ પ્રોજેક્ટનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું નથી. પરિણામે સ્થાનિક લોકો,વેપારીઓ,રિયલ એસ્ટેટ ડેવલપર્સ અને વાહનચાલકો હાલાકી ભોગવી રહ્યા છે.
અંદાજિત 25 કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલા સોલા ક્રોસ રોડથી ભાડજ સર્કલ સુધીના 3.5 કિલોમીટરની લંબાઈ ધરાવતો રોડ પ્રોજેક્ટનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે. પરંતુ કામની ગતિ જોઈને એવું લાગી રહ્યું છે કે, હજુ છ મહિના કે એક વર્ષનો સમય લાગશે. જોકે, સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, પ્રોજેક્ટ ડીઝાઈનને લઈને અનેકવાર ફેરફાર થયા છે જેથી આ પ્રોજેક્ટ વિલંબ પડ્યો છે પરંતુ હવે જલદી પૂર્ણ થશે.
સાયન્સ સિટી એરિયામાં રિયલ એસ્ટેટ ડેવલપર્સ, મોટા બિઝનેસમેન, મોટા સરકારી અધિકારીઓ, ન્યાયધીશો સહિત અનેક મોટા વકીલો અને અપર મીડલ ક્લાસના લોકો રહે છે, આ સૌ લોકોની માંગ છે કે, સાયન્સ સિટી રોડ પ્રોજેક્ટનું નિર્માણ જલદીથી પૂર્ણ કરો અને પરેશાનીમાંથી મુક્તિ કરો.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાયન્સ સિટીની મુલાકાતને લઈને રોડની આસપાસનું બ્લોકનું કામ જ્યાં જરુર લાગતી હતી ત્યાં પૂરજોશમાં પૂર્ણ કરવામાં આવ્યું હતું.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
One Comment