NEWS

પર્યાવરણનું જતનના વિચારને સન્માન, પીએસ પટેલનું 10 હજાર વૃક્ષો વાવવાનું સન્માન

અમદાવાદમાં આયોજિત બિલ્ટ ઈન્ડિયા 5 મા એવોર્ડ અને કોન્ક્લેવ-2023માં દેશ સહિત ગુજરાતની નામાંકિત કન્ટ્રક્શન કંપની પીએસપી પ્રોજેક્ટ લિમિટેડના સીએમડી પી.એસ. પટેલને ગુજરાતના મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.

કારણ કે, પી.એસ.પટેલે તેમના માદરે વતન રુપપુર, પાટણ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસે એક સાથે 10,000 વૃક્ષો વાવ્યા હતા. અને ગુજરાતના બિલ્ડિંગ અને કન્સ્ટ્રક્શન સેક્ટરના તમામ બિઝનેસમેનો માટે એક પ્રેરણાસ્ત્રોત કાર્ય કર્યું હતું.

default

નોંધનીય છે કે, કુલ 3,84,000 સ્કવેર મીટર એટલે કે, આશરે 150 વીઘાની જમીન પર 10,000 થી વધુ વૃક્ષો વાવ્યા છે. 2 ઝાડ વચ્ચે 6 મીટરનું અંતર રાખવામાં આવ્યું છે. 150 વીઘા જમીનને કુલ 26 ઝોનમાં વિભાજીત કરીને આખું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. દરેક ઝોનમાં 2 લીડર મળીને ટોટલ 52 ટીમ લીડર જોડાયા હતા. આ વૃક્ષારોપણ કરવા માટે 500 સ્વયંસેવકોમાં ગુજરાત, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાંથી જોડાયા હતા. કુલ 12 JCB અને 2 ટ્રેક્ટર અને 7 ઓગારથી ઝાડ માટેના ખાડા કરવામાં આવ્યા હતા. અહીં મહત્વની વાત છે કે, આટલા મોટા વિશાળ વિસ્તારમાં વૃક્ષારોપણનું પ્લાનિંગ પીએસપી કંપનીએ માત્ર 20 દિવસમાં જ પ્લાનિંગ કર્યુ છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close