નિહાળો – રુપપુરમાં પીએસપી પ્રોજેક્ટે, વાવેલાં 10,000 વૃક્ષોની એક અનોખી ઝલક
દેશની નામાંકિત કન્સ્ટ્રક્શન કંપની પીએસપી પ્રોજેક્ટ લિમિટેડ અંતર્ગત પીએસપી ફાઉન્ડેશન દ્વારા પી.એસ. પટેલે માદરે વતન રુપપુરમાં 5 જૂન એટલે કે, પર્યાવરણ દિવસે જ એક સાથે 10,000 વૃક્ષોનું વનીકરણ કરીને ખરેખર પર્યાવરણ જતન કરવાનો એક ઉમદો અને શ્રેષ્ઠ કાર્ય કર્યુ હતું. જે અન્ય ઉદ્યોગ સાહસિકોને માટે પ્રેરણાસ્ત્રોત છે. સાથે સાથે આવનારી નવી પેઢી માટે આજે વાવેલા વૃક્ષો આર્શિવાદરુપ સાબિત થશે અને તેમને પણ વૃક્ષો વાવવાની પ્રેરણા મળશે. ત્યારે નિહાળો પીએસપી પ્રોજેક્ટ લિમિટેડે કરેલા વૃક્ષ વનીકરણની એક ઝલક.
નોંધનીય છે કે, કુલ 3,84,000 સ્કવેર મીટર એટલે કે આશરે 150 વીઘાની જગ્યામાં 10,000 થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. 2 ઝાડ વચ્ચે 6 મીટરનું અંતર રાખવામાં આવ્યું છે. 150 વીઘા જમીનને કુલ 26 ઝોનમાં વિભાજીત કરીને આખું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. દરેક ઝોનમાં 2 લીડર મળીને ટોટલ 52 ટીમ લીડર જોડાયા હતા. આ વૃક્ષારોપણ કરવા માટે 500 સ્વયંસેવકોમાં ગુજરાત, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાંથી જોડાયા હતા. કુલ 12 JCB અને 2 ટ્રેક્ટર અને 7 ઓગારથી ઝાડ માટેના ખાડા કરવામાં આવ્યા હતા. અહીં મહત્વની વાત છે કે, આટલા મોટા વિશાળ વિસ્તારમાં વૃક્ષારોપણનું પ્લાનિંગ પીએસપી કંપનીએ માત્ર 20 દિવસમાં જ પ્લાનિંગ કર્યુ છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.