NEWS

સિલવાસામાં વડાપ્રધાન મોદીના હસ્તે શાંતિ પ્રોકોન નિર્મિત NAMO Medical Collageનું ઉદ્દઘાટન  

કેન્દ્રશાસિત પ્રદેશ સેલવાસ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નમો મેડિકલ કોલેજનું ઉદ્દઘાટન કર્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેડિકલ કોલેજ પ્રોજેક્ટને નિર્માણકર્તા શાંતિ પ્રોકોનના લેબરો સાથે વાર્તાલાપ કર્યો હતો. તે દરમિયાન કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલી અને દીવ-દમણના વહીવટી સંચાલક પ્રફુલ પટેલ ઉપસ્થિત રહીને વડાપ્રધાન મોદીને મેડિકલ કોલેજના નિર્માણ અંગેની માહિતી આપી હતી.

નમો મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનો શિલાન્યાસ પણ વડાપ્રધાન મોદીએ 2019માં કર્યો હતો. આ મેડિકલ કોલેજ કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના નાગરિકો માટે આરોગ્ય સેવાઓમાં પરિવર્તન લાવશે તેવી મોદીએ જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અત્યાધુનિક મેડિકલ કૉલેજમાં નવીનતમ સંશોધન કેન્દ્રો, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જર્નલની સુલભતાથી સજ્જ 24×7 કેન્દ્રીય પુસ્તકાલય, વિશેષ તબીબી સ્ટાફ, તબીબી પ્રયોગશાળાઓ, સ્માર્ટ લેક્ચર હૉલ, સંશોધન પ્રયોગશાળાઓ, એનાટોમી મ્યુઝિયમ, ક્લબ હાઉસ, રમતગમતની સુવિધાઓ અને વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યો માટેનાં રહેઠાણોનો સમાવેશ થાય છે.

વડાપ્રધાન મોદીએ સિલવાસાના સાયલી મેદાન ખાતે 4850 કરોડથી વધુની કિંમતની 96 પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ પણ કર્યું હતું. આ પ્રોજેક્ટ્સમાં દાદરા અને નગર હવેલી જિલ્લાની મોરખલ, ખેરડી, સિંડોની અને મસતની સરકારી શાળાઓ; દમણમાં આંબાવાડી, પરિયારી, દમણવાડા, ખારીવાડ ખાતે સરકારી શાળાઓ અને દમણની સરકારી ઇજનેરી કૉલેજ; દાદરા અને નગર હવેલી જિલ્લામાં વિવિધ માર્ગોનું બ્યુટિફિકેશન, મજબૂતીકરણ અને પહોળા કરવા;  મોટી દમણ અને નાની દમણ ખાતે ફિશ માર્કેટ અને શૉપિંગ સંકુલ અને નાની દમણમાં પાણી પુરવઠા યોજનામાં વધારોનો સમાવેશ થાય છે. 

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય-પીઆઈબી, દિલ્હી  

Show More

Related Articles

One Comment

  1. Pingback: jazz bossa
Back to top button
Close