દેશમાં સરકાર પર્વતમાળા પરિયોજના અંતર્ગત નિર્માણ પામશે 1200 કિ.મી લાંબો રોપ વે
કેન્દ્રીય રોડ-ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નિતીન ગડકરીએ ઈન્ટરલપીન-2023 ફેરમાં જણાવ્યું હતું કે, ભારત દેશમાં પર્વતમાળા પરિયોજના અંતર્ગત આવનારા પાંચ વર્ષમાં કુલ 250 રોપ વે પ્રોજેક્ટ નિર્માણ પામશે અને 1200 કિલોમીટર કરતાં પણ વધુ લંબાઈ ધરાવતો રોપ પે બનાવવામાં આવશે.
વધુમાં ગડકરીએ જણાવ્યું હતું કે, ભારત સરકાર આ તમામ રોપ વે પ્રોજેક્ટ નિર્માણ પીપીપી મોડેલ આધારિત કરશે. જેમાં 60ટકા હિસ્સો ભારત સરકારનો રહેશે અને બાકીનો પબ્લિક પાર્ટનરશીપ આધારિત હશે. રોપ વે પ્રોજેક્ટમાં ઉપયોગ લેનાર સ્પેર પાર્ટસ્ નો મેક-ઈન-ઈન્ડિયા અંતર્ગત ઉત્પાદિત થયેલા હશે.
ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રિયા દેશના ઈનબ્રક સિટીમાં આયોજિત ઈન્ટરનેશનલ ટ્રેડ ફેર ઈન્ટરલપીન-2023માં હાજરી આપવા ગયેલા નિતીન ગડકરીએ, સંબોધન દરમિયાન આ વાત કહી હતી. આ કાર્યક્રમમાં દેશ-વિદેશમાંથી આવેલા કેબ કાર ઈન્ડસ્ટ્રીઝ બિઝનેસમેન, સર્વિસ પ્રોઈવાડર સહિત મોટીસંખ્યામાં વ્યવસાયકારો ઉપસ્થિત રહ્યા હતા.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.