NEWS

RILએ જામનગરમાં 5000 એકર જમીનમાં ગ્રીન એનર્જી 4 ગીગા ફેક્ટરીઓનું કામ શરૂ કર્યુ.

RIL began work on 5K acres land of the four Giga-factories at DAGE in Jamnagar.

ભારતીય બિઝનેસ સમૂહો 2035 સુધીમાં નેટ કાર્બન શૂન્ય ઉત્સર્જન લક્ષ્ય માટે પ્રતિબદ્ધ છે. અને દેશભરમાં અલગ અલગ બિઝનેસ સમૂહો નેટ કાર્બન શૂન્ય ઉત્સર્જન માટે કાર્યરત અને ગતિશીલ છે. ત્યારે, રિલાયન્સ ગ્રપને ગ્રીન એનર્જીમાં આગળ ધપાવતા, મુકેશ અંબાણીએ ગયા વર્ષે જાહેરાત કરી હતી કે કંપની આગામી 10-15 વર્ષમાં રિન્યૂએબલ એનર્જીમાં $ 80 બિલિયનનું રોકાણ કરશે અને તેમની જામનગર રિફાઈનરીની બાજુમાં એક નવું સંકુલ બનાવશે. 

તે અંતર્ગત RIL એ જામનગરમાં 5,000 એકરમાં ફેલાયેલ સોલાર પેનલ્સ, એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સ,ઈલેક્ટ્રોલાઈઝર્સ અને ફ્યુઅલ સેલ માટે વિશ્વ સ્તરે ઉત્પાદન ક્ષમતા સ્થાપવા માટે ધીરુભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્પ્લેક્સ ખાતે ચાર ગીગા ફેક્ટરીઓ પર કામ શરૂ કર્યું. RIL એ વિશ્વના સ્વચ્છ ઉર્જામાં સંક્રમણમાં અગ્રણી ભૂમિકા ભજવવા માટે ગ્રીન એનર્જી પહેલમાં રોકાણ વધારવા માટે પ્રતિબદ્ધ છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા

Show More

Related Articles

Back to top button
Close