ઔડાના 2041ના નવા ડીપી પ્લાન અંગે ચર્ચા-વિચારણા માટે, NAREDCO GUJARAT આજે સાંજે 4 વાગે કરશે બેઠક

ગુજરાત સહિત દેશભરમાં રિયલ એસ્ટેટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સારો થઈ રહ્યો છે, તેની સામે પડકારો અને પ્રશ્નો સામે આવતા હોય છે, ત્યારે આવા પડકારો અને પ્રશ્નોને વાંચા આપવા દેશના રિયલ એસ્ટેટ ડેવલપર્સની જૂની અને જાણીતી સંસ્થા NAREDCO (National Real Estate Development Council) સક્રિય અને ગતિશીલ છે. અને ગુજરાતમાં પણ આ સંસ્થા ખૂબ જ સુંદર રીતે કામ કરી રહી છે. નારેડકો ગુજરાતની ઓફિસ અમદાવાદના સિંધુભવન પર આવેલી છે.
નારેડકો ગુજરાત દ્વારા તા.૧૫/૦૭/૨૦૨૩ એટલે કે,આજે રોજ ૪:૦૦ વાગે નારેડકો ગુજરાત ઓફિસ ખાતે ઔડા દ્વારા વર્ષ ૨૦૪૧ નવો ડેવલપમેન્ટ પ્લાન કેવો હોવો જોઈએ, તે માટે નારેડકો ગુજરાત દ્વારા ચર્ચા વિમર્શ માટે એક મિટિંગનું આયોજન કરેલું છે. જેમાં જી.ડી.સી.આર. ના મહત્વ ના મુદ્દાઓ ગ્રાઉન્ડ કવરેજ, માર્જિન, પાર્કિંગ, બિલ્ડિંગ ની ઊંચાઈ, Environment related regulations, FSI, Zoning જેવા મહત્વના મુદ્દાઓમાં હાલના સમયમાં થઈ રહેલી વિસંગતતા પર ચર્ચા વિચારણા તથા આપના અભિપ્રાય તથા વિચારોની રજૂઆત કરવામાં આવશે.

નારેડકો ગુજરાત ઓફિસ, બી- 806/807, ટાઈમ્સ સ્કેવર, એવલોન હોટલની નજીક, સિંધુભવન રોડ પર આયોજિત થનાર બેઠકમાં ભાગ લેવા માટે નારેડકો ગુજરાતના પ્રેસિડેન્ટ સુરેશ પટેલનું સૌ રિયલ એસ્ટેટ ડેવવપર્સને આમંત્રણ છે અને સૂચનો માટે ઈમેલ પણ કરી શકો છો.
નવા ડેવલપમેન્ટને લગતા કોઈ પ્રશ્નો કે સૂચનો હોય તો સંસ્થાના સરનામા પર અથવા ઈ-મેલ આઈ ડી તત્કાલ મોકલી આપશો. તો તેને ચર્ચામાં સામેલ કરી શકાય. ઈમેલ : naredcogujarat@gmail.com
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
One Comment