Architect-DesignArchitecture/InteriorCivil EngineeringNEWSUrban Development

પૂજ્ય પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ: પ્રમુખનગરમાં GICEAના મેમ્બર્સ માટે યોજાયો પ્લાનિંગ એન્ડ કન્સ્ટ્રક્શન કૉન્ક્લેવ

Pujya Pramukhswami Centenary Festival: Planning and Construction Conclave for GICEA Members held at Pramukhnagar.

ગુજરાતના સિવીલ એન્જિનીયર્સ અને આર્કિટેક્ટની પ્રતિષ્ઠિત સંસ્થા GICEAનો કૉન્ક્લેવનું આયોજન પૂજ્ય પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી મહોત્સવ અંતર્ગત પ્રમુખનગરમાં આયોજિત કરાયો હતો. જેમાં અંદાજિત 1000 જેટલા સિવીલ એન્જીનીયર્સ અને આર્કીટેક્ટ પ્રોફેશનલ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીએ કન્સ્ટ્રક્શન અને એન્જીનીયરીંગ સેક્ટર અંગેના ડેવલપર્સ, આર્કીટેક્ટ તથા કૉન્ટ્રાક્ટર્સ જેવા તમામ વ્યવસાયકારોને કૉવાલિટી વર્ક કરવાનું સુંદર સૂચન કર્યું હતું. ઉપરાંત,સ્વામીજીએ પ્રમુખનગરમાં નિર્માણ પામેલા વિવિધ નિર્માણો અંગે આંકડાકીય માહિતી આપી હતી. જેમ કે, રોડ, પેવર બ્લોક, ગટર લાઈન, વીજળી, સેનિટેશન મેનેજમેન્ટ સહિત અનેક મુદ્દાઓ પર સ્વામીએ ખૂબ જ વિગતવાર સમજાવ્યું હતું.

તો, દેશના નામાંકિત અને પદ્મશ્રી અર્બન પ્લાનર ડૉ. બિમલ પટેલે રાજધાની નવી દિલ્હી ખાતે રીડેવલપ થઈ રહેલા સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અંગે ખૂબ જ વિગતવાર જણાવ્યું હતું.

પ્લાનિંગ એન્ડ કન્સ્ટ્રક્શન કૉન્ક્લેવમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઉપર કન્સ્ટ્રક્શન સેક્ટરના વિવિધ નિષ્ણાંતોનું એક પેનલ ડિસ્ટ્રક્શનનું આયોજન કર્યું હતું. જેનું સંચાલન GICEA સંસ્થાના પ્રમુખ અને અર્બન પ્લાનર ડૉ. વત્સલ પટેલે કર્યું હતું. અને પેનલ ડિસ્ટ્રક્શનમાં પીએસપી પ્રોજેક્ટ લિમિટેડના સીએમડી પી. એસ. પટેલ, આર્કીટેક્ટ બ્રિજેશ બાથા અને આર્કીટેક્ટ રાજન રાવલ જોડાયા હતા અને તેમને તેમના વ્યૂં રજૂ કર્યા હતા.

તેમજ ક્લાઈમેટ ચેન્જ અનુસંધાને પણ ચર્ચા કરવામાં આવી હતી. આ રીતે આ સમગ્ર કોન્ક્લેવમાં સિવીલ એન્જનીયરીંગ, કન્સ્ટ્રક્શન, રીન્યૂઅબલ એનર્જી અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અંગેની ચર્ચાઓ થઈ હતી.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close