Civil EngineeringInfrastructureNEWSUrban Development

પ્રમુખનગરમાં 45 ફૂટ ઊંચી પ્રમુખસ્વામી પ્રતિમા અને 18 ફૂટ ઊંચી હાથની પ્રતિકૃતિ બની આકર્ષણનું કેન્દ્ર

45 feet high Pramukh Swami Statue and 18 feet high replica of a hand became the center of attraction in Pramukh Nagar.

અમદાવાદમાં પરમ પૂજનીય પ્રમુખસ્વામી મહારાજની જન્મ શતાબ્દી નિમિત્તે લોકોનાં હદય હિલોળે ચડ્યાં છે. ગુજરાતના બિલ્ડિંગ અને કન્સ્ટ્રક્શનનું મેગેઝિન બિલ્ટ ઈન્ડિયાની ટીમે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની મુલાકાત લીધી હતી. જેમાં નિર્માણ કાર્ય, નગરનું પ્લાનિંગ અને મેનેજમેન્ટ વિષે જાણ્યું. જે પરથી અહીં કન્સ્ટ્રક્શનનાં આકર્ષણો અંગે માહિતી આપી છે.

પ્રમુખનગરના મુખ્ય દ્વાર પર એક વિશાળ હાથની પ્રતિકૃતિ જોવા મળશે. આ પ્રતિકૃતિ પ્રમુખસ્વામી મહારાજની શતાબ્દી પ્રતિક છે, જે ભક્તિ અને શ્રદ્ધાનો પ્રેરક બ્રહ્મસ્વરુપ પ્રમુખસ્વામી મહારાજનો માળા ફેરવતો 18 ફૂટ ઊંચો હસ્તકમળ છે. આ આખો હસ્તને વાંસમાંથી બનાવવામાં આવ્યો છે.

જે બાદ તમને એક ભવ્ય અને દિવ્ય મુખ્ય દ્વાર જોવા મળશે. આ દ્વાર ભારતની મહાન સંસ્કૃતિ અને મહાન સંત પરંપરાને અંજલિ આપતું 380 ફૂટ લાંબો, 52 ફૂટ ઊંચો અને 35 ફૂટ પહોળો મહોત્સવનો મુખ્ય દ્વાર છે. જેમાં ભારતના મહાન સંતો નરસિંહ મહેતા, મીરાંબાઈ, વલ્લભાચાર્ય, તુકારામ, શંકાચાર્ય અને રામાનુજનાચાર્યની મૂર્તિઓ અંકિત કરવામાં આવી છે. આ મૂર્તિઓ દ્વારા ભારતીયો સંતોનાં દર્શન કરાવ્યા છે.

મુખ્ય દ્વાર સહિત પ્રમુખનગરમાં કુલ સાત દ્વાર નિર્માણ કરવામાં આવ્યા છે. નગરની બંને બાજુના નિ:શુલ્ક પાર્કિગમાંથી પ્રવેશ માટેના 6 કલાત્મક પ્રવેશદ્વારો બનાવવામાં આવ્યા છે.

સમગ્ર પ્રમુખનગરમાં મુખ્ય આકર્ષણ 45 ફૂટની ઊંચાઈ ધરાવતી પ્રમુખસ્વામી મહારાજની પ્રતિમા છે. અને તેની ફરતે વર્તુળમાં 24 કલાકમાં પ્રમુખસ્વામીએ કરેલા પરોપકાર માટે સેવારત પ્રસંગો દર્શાવવામાં આવ્યા છે. આ સાથે દિલ્હી અક્ષરધામ મંદિર જેવું આબેહૂબ મંદિર પ્રમુખનગરમાં નિર્માણ કરાયું છે, જે 67 ફૂટ ઊંચું છે. આ રીતે પ્રમુખનગરમાં કન્સ્ટ્રક્શન અંગેનાં આકર્ષણો છે જે દરેક દર્શનાર્થીએ દર્શન કરીને ધન્યતા અનુભવી જોઈએ.

ઉપરાંત, પ્રમુખનગરમાં જે ગટર-વ્યવસ્થા, નગરનું પ્લાનિંગ અને સ્વચ્છતા અને તમામ સેવાઓનું આયોજન અદ્ભૂત છે અને સુચારુ છે, જે આપણને સૌને સ્વચ્છતા રાખવાનો સંદેશ આપે છે. તેમજ  વેસ્ટટેડ વસ્તુઓ જેવી કે, પ્લાસ્ટિકની બોટલો, આરસીસી કચરો, તૂટેલા બ્લોક જેવી વસ્તુઓને રીસાઈકલ કરીને તેમાંથી અલગ અલગ જરુરી વસ્તુઓ બનાવવામાં આવી છે. જે પર્યાવરણનું જતન કરવાનો સંદેશ આપે છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close