NEWS

પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં બૂટ-ચંપલ અને પાર્કિંગનું મેનેજમેન્ટ છે અદ્દભૂત

Management-of-footwear-and-parking-in-pramukhswami-shatabdi-mohotsav-is-amazing

બિલ્ટ ઈન્ડિયાની ટીમે આજે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં કેટલાક મહત્વની સેવાઓની મુલાકાત લીધી હતી. જેમાં બીએપીએસ સંસ્થાએ પાર્કિંગ અને દરેકનો જીવ જેમાં રહે છે તેવા બૂટ-ચંપલનું પરફેક્ટ પ્લાનિંગ અને મેનેજમેન્ટ કર્યુ છે.

આ પ્રકારનું માઈક્રો મેનેજમેન્ટ જોઈને વિશ્વના તમામ મેનેજમેન્ટ ગુરુઓ મોં આંગળા નાખે જાય તેવું સંચાલન શતાબ્દી મહોત્સવમાં કરવામાં આવ્યું છે. આવી નાનામાં નાની સેવાનું મેનેજમેન્ટ એ ખરેખર દરેક વ્યકિતનું દીલ જીતી લે છે અને નાનામાં નાના અને મોટામાં મોટા વ્યક્તિને કંઈક શીખવે છે.

બિલ્ટ ઈન્ડિયા મેગેઝિન સામાન્ય રીતે બિલ્ડિંગ અને કન્સ્ટ્રક્શન સેક્ટરના સમાચાર અને માહિતી માટે કામ કરી રહ્યું છે. પરંતુ, અહીં અમે અહીં પાર્કિંગ અને જૂતા મેનેજમેન્ટ અંગે માહિતી આપી છે. આજે પ્રમુખનગરમાં અંદાજિત દસ લાખ કરતાં પણ વધારે લોકોએ મુલાકાત લીધી હશે.

નોંધનીય છે કે, જગત વિખ્યાત પરમ પૂજ્ય પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ અમદાવાદના ઓગણજ ગામ નજીક કુલ 600 એકર વિશાળ ભૂપટલ ચાલી રહ્યો છે. જે ખરેખર તમામ બિઝનેસ સેક્ટર, સામાજિક, આર્થિક,  ધાર્મિક સહિત અન્ય તમામ માનવ મૂલ્યો માટે એક પ્રેરણાસ્ત્રોત સમાન છે.

તેમ જ  આ મહોત્સવ ખરેખર વિશ્વના દરેક વ્યકિત માટે પ્રેરણાદાયક સહિત માર્ગદર્શક બનશે. જેમ કે, પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવના નિર્માણથી માંડીને નાનામાં નાની ચંપલ(જૂતા), પાર્કિંગ, ટ્રાફિક, માનવ જરુરિયાતો, સુવિદ્યાઓ, સમાલતી, મેડિકલ સેવાઓ, ફાયર સેફ્ટી, ફૂડ-ચા-નાસ્તો અને પીવાનું પાણી, સોલિડ વેસ્ટ સહિત અનેક માનવ જરુરિયાતો માટેનું  પરફેક્ટ પ્લાનિંગ અને મેનેજમેન્ટ છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close