NEWS

GICEAના ARCCON EVENT માં PSP Projects Ltd.ના CMD P.S. Patelએ કન્સ્ટ્રક્શન અંગે આપી હદયસ્પર્શી સ્પીચ

PSP Projects Ltd's CMD, PS Patel delivered heartwarming speech for sustainable engineering and construction at GICEA ARCCON EVENT in Ahmedabad.

GICEA ના 75મા વર્ષની ઉજવણીના ત્રિદિવસીય સમાપન ARCCON EVENTમાં દેશની નામાંકિત કંન્સ્ટ્રક્શન કંપની પીએસપી પ્રોજેક્ટ લિમિટેડના સીએમડી પી.એસ. પટેલે હાજરી આપી હતી. તે દરમિયાન પીએસ પટેલે સ્ટેનેશનબલ કન્સ્ટ્રક્શન વિષય પર સિવીલ એન્જિનીયરીંગ અને કન્સ્ટ્રક્શનના પાયા સિદ્ધાંતો અંગે ખૂબ જ સ્ટેટ ફોરવર્ડ વાત કરી હતી. વાંચો અહીં તેમની સ્પીચના કેટલાક અંશો.  

ગુજરાત સહિત દેશભરમાં પડકારરુપ બિલ્ડિંગ પ્રોજેક્ટ નિર્માણ કરવામાં જેમની આગવી કુળશતા ધરાવતી પીએસપી પ્રોજેક્ટ લિમિડેટના સીએમડી પીએસ પટેલે જણાવ્યું હતું કે, જો કોઈ પણ પ્રોજેક્ટ ઝડપી અને ગુણવત્તા સભર કરવો હોય તો, બિલ્ડિંગ નિર્માણકર્તા એટલે કે કૉન્ટ્રાક્ટર્સ કે બિલ્ડર, આર્કીટેક્ટ અને અન્ય કન્સલ્ટન્ટ જેમ કે, સ્ટ્રક્ચરલ એન્જીનીયર, સાઈટ એન્જિનીયર વગેરે જેવા તમામ લોકોની વચ્ચે સંવાદિતા અને સમન્વય હોવો ખૂબ જ જરુરી છે.  

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જો સારામાં સારી ગુણવત્તા અને સમયમર્યાદામાં પ્રોજેક્ટ પૂર્ણ કરવો હોય તો, દીલથી કરો, તો ચોક્કસપણે સફળતા મળે છે. આ ઉપરાંત પીએસ પટેલે જણાવ્યું હતું કે, બિલ્ડિંગ નિર્માણકર્તા, આર્કીટેક્ટ અને અન્ય કન્સલ્ટન્ટો પૈકી એક પણ વ્યકિતની હાજરી કે સહયોગ વિના આપણે કોઈપણ પ્રકારનો પ્રોજેક્ટ નિર્માણ કરી શકતા નથી. જેથી, આપણે સૌએ સહજ રહીને એકબીજાને કો-ઓડિનેટ થવું ખૂબ જરુરી છે.

તો, પીએસ પટેલે, બિલ્ડિંગ પ્રોજેક્ટ નિર્માણ કરતા દરમિયાન થતા બિલ્ડિંગ મટેરીયલ, પાણી અને વીજળીના વેસ્ટેડ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, પ્રોજેક્ટ નિર્માણનું ચોક્કસ પ્લાનિંગ અને ડીઝાઈન હોય તો, લોખંડ, સિમેન્ટ, ટાઈલનો બચાવ કરી શકાય છે. વિજળી અને પાણીનો પણ નિર્માણ બગાડ થતો હોય છે, જેથી તે માટે આપણે ઓટોમેટિક સિસ્ટમનો ઉપયોગ કરીએ તો તેનો પણ આપણે બચાવ કરી શકાય છે. આવી નાની નાની વાતો અંગે ખૂબ બારીકાઈથી પીએસ પટેલે તેમની સ્પીચમાં જણાવ્યું હતું.

કન્સ્ટ્રક્શન સેક્ટરમાં લેબરને ખૂબ જ આદર કરવો જોઈએ. કારણ કે, કન્સ્ટ્રક્શનમાં અભિન્ન અંગ જો કોઈ હોય તો તે મજૂર. જેથી મજૂરોને આદર સાથે તેમને સાચવવા પર પીએસ પટેલે ભાર મૂક્યો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કન્સ્ટ્રક્શન સેક્ટરમાં એક બીજા સાથે જોડાયેલું છે જેથી, કરીને દરેક વ્યક્તિને આદર સાથે સંવાદિતનું નિર્માણ કરવું જરુરી છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા

Show More

Related Articles

Back to top button
Close