ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વડાપ્રધાન મોદી મારૂતિ સુઝુકી ઈલેક્ટ્રીક વ્હીકલ પ્લાન્ટનું કરશે ઉદ્ઘાટન
PM Modi to Inaugurate Maruti Suzuki Electric Vehicle Plant at Gandhinagar's Mahatma Mandir

આજે સ્ટેટ કેપિટલ ગાંધીનગરના મહાત્મા મંદિરના કન્વેશન હૉલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મારૂતિ સુઝુકીની ઈલેક્ટ્રીક કારનું મેન્યુંફેક્ચરીંગ માટે ગુજરાતના બેચરાજીના હાંસલપુરમાં બેટરીવાળી ઈલેક્ટ્રીક વિહિકલ પ્લાન્ટનું ઉદ્ઘાટન થશે.

ઉલ્લેખનીય છે કે, આવનારો યુગ બેટરીવાળી ઈલેક્ટ્રીક કારનો રહેશે. અને હાલમાં ભારતીય ઓટોકાર માર્કેટમાં અનેક કંપનીઓની બેટરીવાળી કાર આવી ગઈ છે. તેને ધ્યાનમાં રાખીને મારૂતિ સુઝુકી કાર કંપની બેચરાજીના હાંસલપુરમાં સિંગલ ચાર્જમાં 1000 કિલોમીટર ચાલી શકે તેવી ઈલેક્ટ્રીક કારનું મેન્યુંફેક્ચરીંગ પ્લાન્ટ સ્થાપવામાં આવી રહ્યો છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આવનાર એક વર્ષમાં આ પ્રકારની કાર ભારતીય ઓટો માર્કેટમાં જોવા મળશે.
નોંધનીય છે કે, મારૂતિ સુઝુકી કંપનીને 40 વર્ષ પૂર્ણ થયા છે, જેની ઉજવણીના ભાગરૂપે આ પ્લાન્ટનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
19 Comments