InfrastructureNEWSUpdates

દેશનું સોલર કેપેસિટી ઇન્સ્ટોલેશન 59 ટકાની વૃદ્વિ સાથે 7.2GW થયું

The country's installed solar capacity grew by 59 percent to 7.2GW

દેશમાં પ્રથમ છ મહિના દરમિયાન સોલર કેપેસિટી ઇન્સ્ટોલેશન 59 ટકાની વૃદ્વિ સાથે 7.2 ગિગાવોટ્સ (GW) જોવા મળ્યો છે. મેરકોમ ઇન્ડિયા રિસર્ચ અનુસાર વર્ષ 2021ના જાન્યુઆરી-જૂન દરમિયાન ભારતે 4.5 GW સોલર કેપેસિટી ઉમેરી હતી, રિસર્ચ ફર્મ દ્વારા Q2 2022 ઇન્ડિયા સોલર માર્કેટ અપડેટ જારી કરવામાં આવ્યું છે.

વર્ષ 2022ના એપ્રિલ-જૂન દરમિયાન સોલર ઇન્સ્ટોલેશન પણ 59 ટકા વધીને 3.9 GW થયું હતું જે વર્ષ 2021ના બીજા ક્વાર્ટર દરમિયાન 2.4 GW રહ્યું હતું. સેક્ટરમાં ત્રિમાસિક ગાળામાં સર્વોચ્ચ તેમજ અડધા વર્ષનું સર્વોચ્ચ સોલાર કેપેસિટી ઉમેરો જોવા મળ્યો છે. દેશમાં હવે ઇન્સ્ટોલ્ડ સોલર કેપેસિટી 57 ગિગાવોટ્સ છે.

મેરકોમ કેપિટલ ગ્રુપના CEO રાજ પ્રભુએ જણાવ્યું હતું કે, ભારતમાં સપ્લાય અડચણો અને સતત વધતી કિંમતોના પડકારો છતાં ભારતનું આ ક્વાર્ટરમાં સર્વશ્રેષ્ઠ અને અર્ધવાર્ષિક સ્તરે પણ શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું હતું. જૂન 2022 સુધીમાં રાજસ્થાનમાં લાર્જ સ્કેલ સોલર PV ઇન્સ્ટોલેશન 13 GW નોંધાયું હતું અને દેશમાં કુલ ઇન્સ્ટોલેશનના 27 ટકા હિસ્સો રાજસ્થાનમાં છે. વર્ષ 2022ના પહેલા છ મહિના દરમિયાન મોટા પાયે સોલાર રાજસ્થાન અને ગુજરાતમાં અનુક્રમે 53 અને 14 ટકા ઇન્સ્ટોલેશન નોંધાયું હતું અને ત્યારબાદ 9 ટકા સાથે મહારાષ્ટ્ર ત્રીજા ક્રમાંકે રહ્યું હતું.

સતત 8મા ક્વાર્ટરમાં પ્રોજેક્ટનો ખર્ચ વધ્યો
દેશમાં વર્ષ 2022ના Q2 દરમિયાન વિવિધ સરકારી સંસ્થાઓએ 9 ગિગાવોટ્સ (GW)ના ટેન્ડર્સની જાહેરાત કરી હતી, જે વાર્ષિક સ્તરે 8 ટકા વધારે હતી. સતત આઠમાં ક્વાર્ટર દરમિયાન પ્રોજેક્ટ ખર્ચમાં વધારો થયો છે, જેમાં સોલર સેલ્સ અને મોડ્યુલ્સનો એપ્રિલ 2022થી સમાવેશ થાય છે, સોલર મોડ્યુલની કિંમતોમાં પણ આ ક્વાર્ટર દરમિયાન મોટા પાયે વધારો થયો હતો. વર્ષ 2021માં, સરકારે સોલર મોડ્યુલ્સ પર 40 ટકા BCD (બેઝિક કસ્ટમ્સ ડ્યૂટી) લાદી હતી અને સોલર સેલ્સ પર 25 ટકાની ડ્યૂટી લાદી હતી.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.

Show More

Related Articles

Back to top button
Close