NEWS

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં 187 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ તથા ખાતમુહુર્ત કર્યું

Chief Minister Bhupendra Patel lay foundation and inaugurated development works worth 187 crores in Ahmedabad.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 187 કરોડના વિવિધ પ્રજાલક્ષી વિકાસકામો અન્વયે 136.11 કરોડના લોકાર્પણ અને 51.25 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહુર્ત કર્યુ હતુ. ખોખરા બ્રિજ, ચાંદખેડા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન, કાંકરિયા રેલ્વે ટ્રેક, નિકોલ કોમ્યુનિટી હોલ અને ગાર્ડન, પરિમલ ગાર્ડન, 25 ફાયર ટેન્કરના કાર્યોનું લોકાર્પણ કરીને લોકો માટે કાર્યરત કરાવ્યા છે. આ સાથે પિન્ક ટોયલેટ, દાણીલીમડામાં આકાર પામનારૂ લીલાધર કોમ્યુનિટી હોલ અને વીરમાયાનગર આવાસોનું રીડેવલપમેન્ટ કાર્ય, બાપુનગર શેલ્ટર હોમ અને ઠક્કરબાપાનગર વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનનું ખાતમુહૂર્ત કર્યુ હતુ.

કાંકરિયા ખાતે આવેલા રેલવે ટ્રેકનું કામ પણ પૂર્ણ થયુ છે. જેના કારણે કાકરિયામાં સહેલાણીઓ હવે રેલવેની મુસાફરી પણ સરળતાથી માણી શકશે.

અમદાવાદમાં જેની કાગડોળે રાહ જોવાઈ રહી હતી તે ખોખરામાં બનેલા ફોરલેન બ્રિજનું મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું છે. કુલ 70 કરોડના ખર્ચે આ બ્રિજ તૈયાર થયો છે. લોકો જેની પાંચ-પાંચ વર્ષથી રાહ જોઈ રહ્યા હતા તે ઘડી આખરે આવી ગઈ છે. આપને જણાવી દઈએ કે ખોખરા ફોર લેન બ્રિજનું કામ 5 વર્ષ પછી પુરુ થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) તેને લોકો માટે ખુલ્લો મુક્યો છે. આ બ્રિજનું લોકાર્પણ થવાથી રામાનંદ કોટથી એલ.જી. કોર્નર થઈ નાથાલાલ ઝઘડા બ્રિજ આસપાસના વિસ્તારના લોકોને ટ્રાફિકમાંથી મુક્તિ મળશે. આ બ્રિજ પરથી રોજના અંદાજે 3 લાખ વાહનો પસાર થશે. ખોખરા રેલવે બ્રિજનો અચાનક એક ભાગ તૂટી પડતાં તેને બંધ કરી દેવાયો હતો. ત્યારબાદ હાલ 70 કરોડના ખર્ચે 4 લેનનો નવો બ્રિજ બનાવવામાં આવ્યો છે.

વર્ષોથી ખોખરા ઓવરબ્રિજનું કામ ગોકળ ગાયની ગતિએ ચાલી રહ્યુ હતુ. જેના કારણે મણિનગર વિસ્તારના લોકોને ભારે હેરાનગતિ થતી હતી. તેમને લગભગ 4 થી 5 કિલોમીટરનું વધારે અંતર કાપવુ પડતુ હતુ. આ બ્રિજ તૈયાર થતા એલજી કોર્નરનો જે ટ્રાફિક છે તેમા પણ ઘણાખરા અંશે રાહત થશે અને ટ્રાફિકની સમસ્યામાંથી પણ મુક્તિ મળશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

7 Comments

  1. Pingback: Free Palestine
  2. Pingback: indovip login
  3. Pingback: arduino
  4. Pingback: https://vhnbio.com
  5. Pingback: wing888
Back to top button
Close