વલસાડના ધરમપુર તાલુકામાં 200 કરોડના ખર્ચે શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ તૈયાર, વડાપ્રધાન ગુરુવારે લોકાર્પણ કરશે
Shrimad Rajchandra Hospital ready at a cost of 200 crores in Dharampur taluka of Valsad, Prime Minister will inaugurate it on Thursday
વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ધરમપુર તાલુકાના લોકો માટે આરોગ્યની સુવિધામાં વધારો થયો છે. ધરમપુરમાં 8 એકર વિસ્તારમાં 200 કરોડથી વધુના ખર્ચે આધુનિક સાધનોથી સજ્જ શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. જેનું વડાપ્રધાનના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ કરાશે. આ સુવિધા મળતા હવે ધરમપુરના લોકોએ અમૂક રોગની સારવાર માટે બહાર ગામ જવું પડતું હતું તે હવે નહીં જવું પડે.
ધરમપુરના લોકોને હવે અન્ય શહેરમાં સારવાર માટે નહીં જવું પડે
વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલો ધરમપુર તાલુકો જ્યાંના લોકો દવા ઓછું અને ભગ ભુવામાં વધુ વિશ્વાસ રાખતા આવ્યા હતા. છેલ્લા 18 વર્ષથી શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે આવેલી નાની હોસ્પિટલમાં અને તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં એમ્બ્યુલન્સના માધ્યમથી સારવાર આપવામાં આવતી હતી. જે દરમિયાન ધરમપુર ખાતે ડાયાલીસીસ સહિતના મોટા ઓપરેશન માટે તમામ લોકોએ વલસાડ, વાપી, સુરત, વડોદરા મુંબઇ સહિતના સમગ્ર શહેરોમાં લોકોએ ધક્કા ખાવા પડતા હોવાથી દર્દીઓ સારવાર લેતા ન હતા અને લોકોના મોત થતા હતા. જેને લઈને વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં ડાયાલીસીસ સહિતની આધુનિક સાધનોથી સજ્જ 8 એકર જમીનમાં 200 કરોડથી વધુના ખર્ચે હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. હોસ્પિટલમાં દર્દીઓને તમામ સારવાર આપવા આવશે. આ હોસ્પિટલમાં દિવ્યાંગ બાળકોની દિવ્યાંગતા ઘટાડવાના પણ પ્રયાસ કરવામાં આવશે. સ્થાનિક લોકોને સૌથી વધુ રોજગાર શ્રીમદ રાજચંદ્ર આશ્રમ દ્વારા આપવામાં આવશે.
વર્ષ 2004માં 40 બેડની હોસ્પિટલ શરૂ કરવામાં આવી હતી
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના આદિવાસી પરિવારના સભ્યોને ડાયાલીસીસ સહિતના રોગોથી પીડાતા હતા. તેઓએ તેમની સારવાર માટે વલસાડ, વાપી, સુરત, મુંબઈ બરોડા સહિતના શહેરોની હોસ્પિટલોમાં મોટા ઓપરેશન માટે ધક્કા ખાવા પડતા હતા. શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ બનાવતા પહેલા વિસ્તારમાં સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં ડાયાલીલીસ સહિતના મોટા રોગો મટે ધરમપુરમાં હોસ્પિટલ ન હોવાથી તકલીફ પડી રહી હતી. શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ વર્ષ 2004માં 40 બેડની હોસ્પિટલ તરીકે શરૂ કરવામાં આવી હતી. હોસ્પિટલ સિવાય 6 એમ્બ્યુલન્સ વડે દૂરદૂરના ગામડાઓમાં રહેતા દર્દીઓને પણ સારવાર આપવામાં આવી હતી.
દર્દીઓની પીડા જોઈ ટ્રસ્ટે અદ્યતન હોસ્પિટલ બનાવવાનો નિર્ણય કર્યો હતો
શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમાં ગત વર્ષે 1.10 લાખથી વધુ દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. 18000થી વધુ દિવ્યાંગ દર્દીઓને સારવાર આપવામાં આવી હતી.1100 મોટા ઓપરેશન કરવામાં આવ્યા હતા. 1000થી વધુ દિવ્યાંગ બાળકોને સારવાર આપવામાં આવી હતી. તેમજ વધુ સારવારની જરૂર જણાતા કેટલાક દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડાયા હતા. તેમની પાસે સારવાર કરવામાં પૂરતા રૂપિયા ન હોવાથી દર્દીઓ દર્દમાંથી પીડાતા જીવ પણ આપવો પડ્યો હોવાનું સામે આવતા વલસાડના ધરમપુર ખાતે અદ્યતન હોસ્પિટલ બનાવવાનો શ્રીમદ રાજચંદ્ર આશ્રમના ટ્રસ્ટીઓએ નિર્ણય કર્યો હતો.
અદ્યતન હોસ્પિટલમાં આ સુવિધાઓ ઉભી કરવામાં આવી
ધરમપુરમાં 8 એકર જમીનમાં 250 બેડની અદ્યતન હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. 5 હાઈટેક ઓપરેશન થિયેટર બનાવવામાં આવ્યા છે. નાના બાળકો માટે પણ સ્પેશ્યલ વોર્ડ બનાવવામાં આવ્યો છે. દિવ્યાંગ બાળકોની દિવ્યંગતા ઘટાડવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ધરમપુર અને આજુબાજુના વિસ્તારમાંથી હવેથી ધરમપુર પંથકમાં તમામ દર્દીઓએ મોટા ઓપરેશનો માટે મોટા શહેરોમાં જવું નહીં પડે તે માટે લેટેસ્ટ ટેકનોલોજીથી સુસજ્જ હોસ્પિટલ બનાવવામાં આવી છે. જેમાં MRI, 128 સ્લાઈડનું સીટી સ્કેન, ડાયાલિસીસ યુનિટ, 26 બેડ નવજાત શિશુઓના વોર્ડમાં મુકવામાં આવ્યા છે. રક્તદાન કેન્દ્ર, મેમોગ્રાફી સહિતની તમામ સારવાર ધરમપુર ખાતે શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમાં વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.
9 Comments