L&T વડોદરામાં આઈટી ક્ષેત્રે 7 હજાર કરોડનું રોકાણ કરશે
L&T will invest 7 thousand crores in IT sector in Vadodara
દેશના કદાવર ઉદ્યોગ જૂથ લાર્સન એન્ડ ટૂબો લિમિટેડ જે વડોદરામાં ટેક્નોલોજી પાર્ક ડેવલપ કરી રહ્યું છે, તેણે ત્યાં વિસ્તૃતીકરણના ભાગરૂપે આઇટી અને આઇટી એનેબલ્ડ સર્વિસીસ પાર્ક રૂ. 7 હજાર કરોડના જંગી મૂડીરોકાણથી ઊભો કરવાનું નક્કી કર્યું છે. આ પ્રોજેક્ટ જો સાકાર થશે તો આઇટી ક્ષેત્રે આટલા વિશાળ રોકાણથી સર્જાનારો રાજ્યનો પહેલો પ્રોજેક્ટ બનશે, કેમ કે ભાજપ શાસનના 27 વર્ષમાં આઇટી ક્ષેત્રે કોઈ એક પ્રોજેક્ટમાં આટલું મોટું રોકાણ હજી સુધી આવ્યું નથી.
લાર્સન એન્ડ ટૂબોએ આ વિસ્તૃતીકરણ પ્રોજેક્ટ સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગના સચિવ વિજય નહેરા સાથે બુધવારે ગાંધીનગર ખાતે એમઓયુ કર્યો હતો.વડોદરામાં એલએન્ડટીના આ આઇટી પાર્કને કારણે એક જ વર્ષમાં બે હજાર જેટલા આઇટી ઇજનેરોને રોજગારી મળવાની અને પ્રોજેક્ટ પાંચ વર્ષમાં સંપૂર્ણપણે કાર્યરત થયેથી પરોક્ષ અને પ્રત્યક્ષ રીતે કુલ 10 હજાર નવી રોજગારી ઊભી થવાની અપેક્ષા રખાય છે. એલએન્ડટી વતી તેના CEO-MD એસ. સુબ્રમણ્યમે એમઓયુ ઉપર સહી સિક્કા કર્યા હતા.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- સંદેશ.
4 Comments