વડનગરની 16 મી સદીની પંચમ મહેતાની વાવ હેરિટેજ જાહેર કરાશે
Vadnagar's 16th century Pancham Mehta Vav heritage will be announced

વડનગરની 16મી સદીમાં બંધાયેલી 7 માળની પંચમ મહેતાની વાવને કેન્દ્ર કક્ષાએથી હેરિટેજ વાવ જાહેર કરવા દરખાસ્ત કરાઇ છે. શહેરના અનેક ઐતિહાસિક સ્મારકોને રાજ્ય લેવલે રક્ષિત સ્મારક તરીકે જાહેર કરાયાં છે. પરંતુ કેન્દ્રીય લેવલે રક્ષિત સ્મારક તરીકે જાહેર થનારી સૌપ્રથમ વાવ હશે.
વડનગર શહેરમાં અમરથોળ દરવાજા નજીક આવેલી ઐતિહાસિક પંચમ મહેતાની વાવને કેન્દ્રીય લેવલે રક્ષિત સ્મારક તરીકે જાહેર કરવાની દરખાસ્ત અને પ્રોસેસ કરાઇ હોવાનું વડોદરા સર્કલના પુરાતત્વ અધિકારી સુબ્રમણ્યમે જણાવ્યું હતું. તેમના જણાવ્યા મુજબ, વડનગરનાં ઘણા સ્મારકોને રાજ્ય લેવલથી રક્ષિત સ્મારક તરીકે જાહેર કરાયેલાં છે. પરંતુ કેન્દ્રીય કક્ષાથી હેરિટેજ રક્ષિત સ્મારક તરીકે જાહેર થનારી પંચમ મહેતાની વાવ સૌપ્રથમ છે.
પીવાના પાણી માટે 16મી સદીમાં બંધાઇ હતી આ વાવ 16મી સદીમાં પીવાના પાણી માટે પંચમ મહેતાની વાવનું બાંધકામ કરાયું હતું. આ વાવ 7 માળની છે અને છેલ્લે બે મોટા કૂવા તેની સાથે જોડાયેલા છે. કેન્દ્રીય રક્ષિત સ્મારક તરીકે સમાવેશ પછી શહેરના અન્ય સ્થળોની જેમ વાવને પણ વિકસાવાશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.
12 Comments