NEWS

ગાંધીનગરમાં NHAIના ચીફ મેનેજરની ધરપકડ, નિવાસેથી ૨૦ લાખની કેશ મળી

NHAI Chief Manager arrested in Gandhinagar, cash of Rs 20 lakh recovered from his residence

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એનએચએઆઈ)ના ગાંધીનગરના ચીફ મેનેજર દિગ્વિજય મિશ્રાની ૧૦ લાખની લાંચ લેવાના કેસમાં સીબીઆઈએ ધરપકડ કરી લીધી છે. આ ઉપરાંત લાંચ આપવા ગયેલા એક ખાનગી કંપનીના અધિકારી ટી.પી. સિંહની પણ ધરપકડ કરી લેવામાં આવી છે.

સીબીઆઈની ટીમે દિગ્વિજયના ગાંધીનગરના નિવાસસ્થાને પણ દરોડાની કાર્યવાહી કરી ને ૨૦ લાખની રોકડ પણ જપ્ત કરી લીધી છે. એક ખાનગી કંપની જીએચવી ઇન્ડિયા કંપનીને કામ પૂર્ણ થયાનું સર્ટિફિકેટ આપવા માટે આ લાંચ માંગવામાં આવી હતી. જો કે સમગ્ર બાબતે સીબીઆઈની ટીમે લાંચનું છટકુ ગોઠવીને દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. ટોચના સૂત્રોએ કહયું હતું કે સીબીઆઈની ટીમ દ્વારા સાંજ સુધીમાં ૩૦ લાખ રોકડા જપ્ત કરી લેવાયા છે. સીબીઆઈ દ્વારા દિગ્વિજય સામે દાખલ કરાયેલી ફરિયાદમાં તેમની સામે ભ્રષ્ટ રીતરસમથી કામ કરવાના આક્ષેપ થયા છે. કામ પૂર્ણ થયાનું સર્ટિફિકેટ આપવાના મુદ્દે, કોન્ટ્રાકટ આપવાના મુદ્દે લાંચ માંગતા હોવાનો પણ આક્ષેપ થયો છે. અમદાવાદ – ધોલેરા વચ્ચેના હાઈવેના ૨૨ કિમીના પ્રોજેક્ટમાં ગોટાળા કરાયા છે. સીબીઆઈ દ્વારા ગાંધીનગર, અમદાવાદ, દિલ્હી, મુંબઈ, પૂના, ચંદિગઢ તથા જયપુર ખાતે દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ છે.

સીબીઆઈ દ્વારા દાખલ કરાયેલી ફરિયાદમાં દિગ્વિજયની તથા ટી પી સિંહ (જીએસવી ઈન્ડિયા – મુંબઈ)ની ધરપકડ કરાઈ છે. જયારે અન્ય આરોપીઓમાં જાહિદ વિજાપુરા (એમડી જીએસવી ઈન્ડિયા – મુંબઈ) શીવપાલસિંહ ચૌધરી (ન્યૂ ઈન્ડિયા કોન્ટ્રાકટર્સ એન્ડ ડેવલોપર્સ – અમદાવાદ), આર બી સિંગ ( જનરલ મેનેજર એમકેસીઈન્ફાસ્ટ્રકટર લી.ગાંધીનગર), અંકુર મલ્હોત્રા ( ન્યૂ ઈન્ડિયા કોન્ટ્રાકટર્સ એન્ડ ડેવલોપર્સ – અમદાવાદ)નો સમાવેશ થાય છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- સંદેશ.

Show More

Related Articles

9 Comments

  1. Pingback: aksara178
  2. Pingback: grote blote tieten
  3. Pingback: fortnite hacks
  4. Pingback: trustbet
  5. Pingback: situs togel online
  6. Pingback: fuck girldice
  7. Pingback: Colt
  8. Pingback: EndoliftX
Back to top button
Close