ક્લાયમેટ રેઝિલિયન્ટ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટને વેગ આપવા બદલ અમદાવાદ શહેરનો મેગા સિટી સભ્ય તરીકે C-40 શહેરોમાં સમાવેશ કરાયો છે. C-40ની સ્ટિયરિંગ કમિટીએ 40 સભ્યપદ માટેની અમવાદની અરજીને મંજૂર કરી છે. દક્ષિણ અને પશ્ચિમ એશિયામાંથી C-40 શહેરોમાં જોડાનાર અમદાવાદ દસમું શહેર અને ભારતનું છઠ્ઠું શહેર બન્યું છે. રાજ્ય સરકાર સાથે સહયોગ કરીને AMC દ્વારા ક્લાઇમેટ ચેન્જ અને એન્વાયર્નમેન્ટ એક્શન પ્લાનની શરૂઆત કરી છે અને શહેરના પર્યાવરણ સંબંધિત સમસ્યાઓનો ઉકેલ શોધીને અમલ કરાયો છે. મ્યુનિ. કમિશનરે જણાવ્યું છે કે, C-40માં સભ્યપદને મંજૂરી એ ક્લાઇમેટ ચેન્જમાં અમદાવાદના પ્રયાસોને બિરદાવે છે અને આબોહવાના પરિવર્તન સામે લડવા માટે લેવાયેલા પગલાંની પ્રશંસા કરવામાં આવી છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- સંદેશ.
10 Comments