NEWS

અમદાવાદ: ઓગણજમાં દશેશ્વર ફાર્મની દીવાલ પડતાં 5 મજૂર દટાયા, ત્રણનાં મોત, બે સારવાર હેઠળ

AHMEDABAD: Five laborers were crushed when the wall of Dasheshwar Farm collapsed in Oganaj, three died and two were undergoing treatment.

અમદાવાદમાં આજે સરેરાશ એક ઇંચ વરસાદ પડ્યો છે. ઉસ્માનપુરા, વાડજ, આશ્રમ રોડ, ઇન્કમટેકસ, સાબરમતી, ચાંદખેડા, મોટેરા, ચાંદલોડિયા, નિર્ણયનગર, રાણીપ વિસ્તારમાં બે ઈંચ વરસાદ પડ્યો છે. વરસાદને કારણે ન્યૂ રાણીપ ઓવરબ્રિજ પર ભારે ટ્રાફિકજામ થયો હતો.

બીજી તરફ, ઓગણજ પાસે આવેલા દશેશ્વર ફાર્મની નજીક દીવાલ ધરાશાયી થતાં 5 મહિલા મજૂર દટાયા હતા. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા તમામને બહાર કાઢી સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. સારવાર દર મિયાન શીતલબેન (ઉં.વ.16), વનિતાબેન (ઉં.વ.19) અને કવિતાબેન (ઉં.વ.35)નું સારવાર દરમિયાન મોત થયું છે, જ્યારે અસ્મિતાબેન (ઉં.વ.22) અને રિંકુબેન (ઉં.વ.19) સારવાર હેઠળ છે.

મજૂરો દીવાલ પાસે છાપરાં બાંધીને રહેતા હતા
સોલા પોલીસ સ્ટેશનના PI એન. આર. વાઘેલાએ જણાવ્યું હતું કે પ્રાથમિક ધોરણે વરસાદને કારણે દીવાલ પડી હોવાનું જણાય છે. મજૂરો દીવાલ પાસે છાપરાં બાંધીને રહેતા હતા. સવારે વરસાદમાં દીવાલ ધરાશાયી થતાં 5 લોકો દટાયા હતા, જેમાં ત્રણ મહિલાનાં મોત થયાં છે, જ્યારે બે સારવાર હેઠળ છે. ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ, દશેશ્વર ફાર્મ નજીક દીવાલ પડી હોવાનો મેસેજ મળતાં અમારી ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી, જ્યાં પાંચેક મહિલા ફસાઈ હતી, જેને અમે બહાર કાઢી અને બેભાન હાલતમાં સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. તેમનાં પરિવારજનોનો સંપર્ક કરીને તેમને જાણ કરવામાં આવી હતી.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.

Show More

Related Articles

Back to top button
Close