Civil TechnologyConstructionGovernmentGovtNEWSUrban Development

પ્રોપ્રર્ટીના નવા પ્રોજેક્ટ પાસ થવા સહિતની તમામ વિગતો દરેક નાગરિક જાણી શકશે

Every citizen will be able to know all the details including passing the new project of the property

પ્રોપર્ટી ખરીદવા નીકળનાર વ્યક્તિ તેણે જે પ્રોપર્ટી સિલેક્ટ કરી છે તે પ્રોપર્ટીના પ્લાન, તેની બિલ્ડિંગ યુઝ પરમિશન સહિતની તમામ વિગતો એક વેબ બેઝ એપના માધ્યમથી જાણી શકશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ક્રેડાઈ ગુજરાત પરસ્પરના સહયોગમાં આ વિશેષ એપ તૈયાર કરી રહ્યા છે. આગામી પાંચથી સાત દિવસમાં આ એપનો ડેમો પીસ તૈયાર કરીને અમ્યુકોના અધિકારીઓ સમક્ષ મૂકી દેવામાં આવશે. ત્યારબાદ તેમાં જોઈતા સૂચનો મંગાવીને એકથી બે મહિનામા આ વેબપોર્ટલ આધારિત એપ ચાલુ કરી દેવામાં આવશે.

જાણકાર સૂત્રોનું કહેવું છે કે આ એપના માધ્યમથી નવા આવી રહેલા પ્રોજ્ક્ટની વિગતોનું એરિયાવાઈઝ લિસ્ટ પણ જોવા મળશે. અમ્યુકોના વોર્ડવાઈઝ કે એરિયાવાઈઝ પ્રોજેક્ટની વિગતો દરેક નાગરિક આંગળીના એક ટેરવે મેળવી શકશે. ઝોન વાઈઝ વિગતો પણ તેમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમ જ જે તે પ્રોજેક્ટના પ્લાન કે રિવાઈઝ પ્લાન પાસ કરી દેવામાં આવ્યા કે નહિ તે અંગેની માહિતી આંગળીના ટેરવે મળી રહેશે. તદુપરાંત પ્રોજેક્ટ ડેવલપ કરનારને બીયુ પરમિસન મળી કે નહિ અથવા તો પછી બીયુ પરિમિસન કઈ તારીખથી મળી તે પણ જાણી શકશે. 

હા, મંજૂર થયેલા પ્રોજેક્ટના પ્લાન ડાઉનલોડ કરવા હોય તો તેને માટે ચાર્જ ચૂકવવા પડે તેવી સંભાવના છે. આ અંગે અત્યારે અમ્યુકો અને ક્રેડાઈ વચ્ચે ચર્ચાવિચારણા ચાલી રહી છે. આ અંગે એક મિટિંગ આગામી ૧૨ જુલાઈના યોજાઈ રહી છે. એપ તૈયાર કરવાની કામગીરી ચાલુ કરી દેવાઈ છે. આ એપ ચાલુ કરીને ૧૨મીએ તેનું ડેમોનસ્ટ્રેશન આપવામાં આવશે. આ ડેમોનસ્ટ્રેશન આપ્યા બાદ તેની સાથે સંકલયેલા દરેરના મંતવ્યો પણ લેવામાં આવશે. આ મંતવ્યો લીધા બાદ તેમાં જરૂરી સુધારા અને વધારા પણ કરી દેવામાં આવશે. ત્યારબાદ એકથી દોઢ મહિનામાં આ એપ લોન્ચ કરી દેવામાં આવશે એમ જાણકાર સૂત્રોનું કહેવું છે. 

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.

Show More

Related Articles

Back to top button
Close