માંગમાં ઘટાડો: દેશમાં ભાડાપટ્ટે ઓફિસની માગ ત્રિમાસિક ધોરણે 26 ટકા ઘટી
Demand Decline: Demand for leased offices in the country fell by 26 per cent on a quarterly basis
દેશના ટોચના સાત શહેરોમાં એપ્રિલ-જૂન ત્રિમાસિક દરમિયાન 8.5 મિલિયન ચોરસ ફૂટ ઓફિસ સ્પેસ ભાડે લેવામાં આવી છે. પુરવઠો ઓછો રહેતાં જે ત્રિમાસિક ધોરણે 26 ટકા ઘટી હોવાનું જેએલએલ ઈન્ડિયાના રિપોર્ટમાં જણાવ્યુ છે. માર્ચ ત્રિમાસિકમાં 11.55 મિલિયન ચોરસ ફૂટ ઓફિસ ભાડેપટ્ટે આપવામાં આવી હતી.
જો કે, વાર્ષિક ધોરણે 2.98 મિલિયન ચોરસ ફૂટ સામે અનેકગણો વધારો જોવા મળ્યો છે. કોવિડ મહામારીની બીજી લહેરના કારણે ગત વર્ષે પણ વર્ક ફ્રોમ હોમ કલ્ચર જારી રહેતાં ઓફિસની માગ નબળી રહી હતી. આ વર્ષે વર્ક ફ્રોમ ઓફિસ પુન: શરૂ થતાં ઓફિસની માગ પ્રથમ ત્રિમાસિકમાં વધી હતી.
એકંદરે ચાલુ કેલેન્ડર વર્ષના પ્રથમ છ માસમાં ઓફિસ સ્પેસનું નેટ લિઝિંગ 2019 સામે 87 ટકા અને 2020 તથા 2021ની તુલનાએ વધ્યું છે. જે છેલ્લા થોડા ત્રિમાસિકથી રિયલ એસ્ટેટમાં કોમર્શિયલ પ્રોપર્ટીની માગ રિકવર થઈ હોવાનો સંકેત આપે છે. ગ્રોસ ઓફિસ સ્પેસ લિઝિંગ જૂન ત્રિમાસિકમાં 36 ટકા વધી 14.29 મિલિયન ચોરસ ફૂટ નોંધાયુ હતુ. જે માર્ચ ત્રિમાસિકમાં 10.48 મિલિયન ચોરસ ફૂટ અને ગતવર્ષે સમાનગાળામાં 5.06 મિલિયન ચોરસ ફૂટ હતું.
ચેન્નઈ અને કોલકાતામાં ઓફિસ લીઝિંગ વધ્યું
દેશના ટોચના સાત શહેરોમાંથી માત્ર ચેન્નઈ અને કોલકાતામાં ઓફિસ સ્પેસ લિઝિંગ ત્રિમાસિક ધોરણે વધ્યું હતું. બેંગ્લુરૂમાં નેટ ઓફિસ સ્પેસ લિઝિંગ વધી 4.12 મિલિયન ચોરસ ફૂટ અને કોલકાતામાં વધી 0.19 મિલિયન ચોરસ ફૂટ (0.18 મિલિયન ચોરસફૂટ) નોંધાયુ હતું. બીજી બાજુ ચેન્નઈમાં 1.21 મિલિયન ચોરસ ફૂટ સામે ઘટી અડધુ 0.53 મિલિયન ચોરસ ફૂટ રહ્યુ હતું.
દિલ્હી-એનસીઆરમાં પણ 1.32 મિલિયન ચોરસ ફૂટ (1.34 મિલિયન ચોરસ ફૂટ), હૈદરાબાદમાં 0.75 મિલિયન ચોરસ ફૂટ (3.42 મિલિયન ચોરસ ફૂટ), મુંબઈમાં 8 ટકા ઘટી 1.33 મિલિયન ચોરસ ફૂટ, પુણેમાં 0.27 મિલિયન ચોરસફૂટ (2.30 મિલિયન ચો.ફૂટ) ઓફિસ સ્પેસ ભાડે લેવામાં આવી હતી.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.
3 Comments