કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીની રોડ નિર્માણકર્તાઓને સલામત હાઈવે નિર્માણ કરવાની ટકોર
Nitin Gadkari urges road makers to plan safer highway

રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેના કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીએ જણાવ્યું હતું કે, ભારતીય ધોરીમાર્ગો પર મોટી સંખ્યામાં અકસ્માત સર્જાય છે અને જેમાં મોટીસંખ્યામાં લોકો મૃત્યું પામે છે. આવું થવાનું કારણ રોડ નિર્માણ કરવામાં કચાસ અને તેના એન્જિનીયરીંગ પ્લાનિંગનો અભાવ હોઈ શકે છે.
નેશનલ હાઈવેઝ એક્સેલન્સ એવોર્ડ્સ (NHEA) 2021 સાથે રસ્તાના નિર્માણમાં નવીનતા અને શ્રેષ્ઠતા પર બોલતા, ગડકરીએ ઉત્તરાખંડના દમતા નજીક તાજેતરમાં થયેલા અકસ્માત વિશે વાત કરી હતી, જ્યાં એક બસ ઊંડી ખીણમાં પડી હતી અને 25 લોકો મૃત્યુ પામ્યા હતા.

રોડ ડિઝાઈનમાં રહેલી ખામીઓ અંગે ટિપ્પણી કરતાં તેમણે કહ્યું, “અમારા એન્જિનિયરોએ આ મુદ્દાઓ પર એક નજર નાખવી જોઈએ. અમારા કોઈપણ વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ્સ પરફેક્ટ નથી.”
ગડકરીના જણાવ્યાનુસાર, દેશની કુલ સડકોની લંબાઈ લગભગ 68 લાખ કિલોમીટર છે. તેમાંથી, રાજ્ય અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો આ લંબાઈના માત્ર 5% છે પરંતુ મૃત્યુના 60-65% હિસ્સો ધરાવે છે. વધુમાં ગડકરીએ જણાવ્યું હતું કે, “નાની વસ્તુઓને કારણે માણસનો જીવનો ખોવાઈ જાય છે, બ્લેક સ્પોટને સંપૂર્ણપણે દૂર કરવા માટે રસ્તાઓ ડિઝાઈન કરવામાં વધુ સાવધાન રહેવાનો અભિગમ રાખવાની જરુર છે. નવા રસ્તાઓમાં બ્લેક સ્પોટ હોવાનું બિલકુલ કારણ નથી,”

આ પ્રસંગે નિતીન ગડકરીએ, 2024ના અંત સુધીમાં ભારતમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યાને વર્તમાન સંખ્યાના અડધા સુધી ઘટાડવાના તેમના લક્ષ્યનો પુનરોચ્ચાર કર્યો હતો.

વધુમાં ગડકરીએ કહ્યું કે પહાડી વિસ્તારોમાં પહોળા રસ્તાઓને મંજૂરી આપવા માટે નીતિગત નિર્ણય લેવાની જરૂર છે. તેમણે પર્યાવરણ મંત્રાલયને આ વિશાળ રસ્તાઓ માટે ઝડપી મંજૂરી આપવા વિનંતી કરી. રોડ બનાવવાના ખર્ચ પર ટિપ્પણી કરતા તેમણે કહ્યું કે તે ઊંચો રહે છે અને તેમાં 50% જેટલો ઘટાડો કરવાની જરૂર છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- ઈકોનોમિક ટાઈમ્સ.
14 Comments