નહેરુનગરથી શિવરંજની ચાર રસ્તા વચ્ચેનો ટ્રાફિક થશે હળવો, રસ્તો પહોળો કરવાની કામગીરી પૂરજોશમાં
Traffic between Nehru Nagar and Shivaranjani will be light, road widening work in full swing

આંબાવાડી વોર્ડમાં રસ્તો પહોળો કરવાની કામગીરી હાથ ધરાઈ છે. ઝાંસીની રાણી જંક્શનથી પૂર્વ મુખ્યમંત્રી ચિમનભાઈ પટેલના બંગલાને જોડતો વિવાદિત 900 મીટરનો રોડ પહોળો કરવા માટેની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે. અગાઉ વિવાદોના પગલે હાઈકોર્ટે ડિમોલિશનની પ્રક્રિયા પર રોક લગાવી હતી. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કેટલીક રજૂઆત પછી ગુજરાત હાઈકોર્ટે સ્ટે ઉઠાવી લીધો છે.
આંબાવાડી વોર્ડમાં ઝાંસીની રાણીથી (Jhansi Ki Rani junction) પૂર્વ મુખ્યમંત્રી ચિમનભાઈ પટેલના બંગલો (Chimanbhai Patel’s bungalow)ને જોડનારા વિવાદિત 900 મીટરનો રોડ પહોળો કરવા માટેની પ્રક્રિયા રવિવારે પણ ચાલુ રહી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કર્પોરેશન એક સ્કૂલ, નવ રહેણાંક મકાનો અને 21 કોમર્શિયલ સંસ્થાઓ તોડી પાડી પાડી હતી. ઓક્ટોબર 2017માં આંબાવાડીના ગ્રીન બેલ્ટ ઝોનમાં (Ambawadi’s green belt zone) ટાઉન પ્લાનિંગ સ્કિમ 21 માટે વિવાદિત 18 મીટર પહોળો રોડ મંજૂર કરવામાં આવ્યો હતો. જો કે, 2019માં ગજરાબેનની ચાલીમાં રહેતા રહીશોએ રોડ પહોળો કરવાના પ્રોજેક્ટ સામે વાંધો ઉઠાવ્યો હતો અને ગુજરાત હાઈકોર્ટનો દ્વાર ખખડાવ્યો હતો. જે બાદ ડિમોલિશનની પ્રક્રિયા પર તરત રોક લગાવવામાં આવી હતી.
હાઈકોર્ટે સ્ટે ઉઠાવી લેતા કામગીરી શરુ
પરંતુ મે, 2022 સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી કેટલીક રજૂઆતો પછી ગુજરાત હાઈકોર્ટે સ્ટે ઉઠાવી લીધો હતો અને રોડ પહોળો કરવા માટેની ડિમોલિશનની પ્રક્રિયા ચાલુ રાખવા માટે મંજૂરી આપી હતી. છેલ્લાં બે દિવસથી રસ્તો પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે. રસ્તો પહોળો થવાથી નહેરુનગર અને શિવરંજની ચાર રસ્તા વચ્ચેના ઓછામાં ઓછા ચાર જગ્યાને જોડતા રસ્તા પર ટ્રાફિક હળવો કરવામાં મદદ મળશે, એવું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક અધિકારીએ જણાવ્યું છે.
40 ટકા જમીન કપાતની મંજૂરી આપી
ઓક્ટોબર 2013માં અમદાવાદ મ્યુનિસપલ કોર્પોરેશને ગ્રીન બેલ્ટ ઝોનની લગભગ 636 હેક્ટર જમીન અને 13 નવી ટાઉન પ્લાનિંગ સ્કિમને વિકસાવવાની મંજૂરી આપી હતી. 2003થી મોટાભાગના ગ્રીન બેલ્ટ ઝોન કે જેમાંથી મોટાભાગના પશ્ચિમ અને નવા પશ્ચિમ ઝોન આવેલાં છે. જે સિવિક બોડી અને ગ્રીન બેલ્ટ ખેડૂત એસોસિએશન વચ્ચેની કાયદાકીય લડાઈમાં ફસાયેલા હતા. જેના કારણે વિકાસના કાર્યો અટકી ગયા હતા. 8 ઓક્ટોબર, 2013ના રોજ સુપ્રીમ કોર્ટના ચૂકાદાના પગલે એક સમાધન થયુ હતુ. સિવિક બોડીએ ગુજરાત ટાઈન પ્લાનિંગ એક્ટ મુજબ વિવિધ નાગરિક સેવાઓ માટે 40 ટકા જમીન કપાત કરવાની મંજૂરી આપી હતી.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- આઈ એમ ગુજરાત.
14 Comments