અમદાવાદમાં ફાયર NOC ન લેતા થલતેજની કેમ્બે ગ્રાન્ડ હોટલ સહિત ત્રણ હાઇરાઇઝ બિલ્ડીંગો સીલ
Three high-rise buildings, including Thaltej's Kembe Grand Hotel, sealed in Ahmedabad without fire NOC

રાજ્યમાં ફાયરસેફ્ટીના અમલ અને NOCને લઈ ગુજરાત હાઇકોર્ટ દ્વારા તંત્રને વારંવાર ફટકાર લગાવવામાં આવી છે. જેના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં આવેલી કોમર્શિયલ અને રહેણાંક બિલ્ડિંગોના ફાયર NOCને લઈને નોટિસ આપવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં 26 જેટલી કોમર્શીયલ બિલ્ડીંગો NOC ન લેતા તેમની સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવી છે.
ફાયરબ્રિગેડ દ્વારા છેલ્લા પાંચ દિવસમાં રહેણાંક, રહેણાંક કમ કોમર્શિયલ અને કોમર્શિયલ એવી કુલ 860થી વધુ બિલ્ડીંગને નોટિસ વીજળી પાણી કાપવાની આપી છે. આજે ફાયરબ્રિગેડ દ્વારા શાહપુરમાં પુષ્પક ટાવર, થલતેજની હોટલ કેમ્બે ગ્રાન્ડ અને મણિનગરમાં ટ્રેડ સ્કવેર નામની બિલ્ડીંગને સીલ કરી છે.
ફાયરબ્રિગેડ દ્વારા છેલ્લા પાંચેક દિવસથી હાઇરાઇઝ રહેણાંક બિલ્ડિંગો, રહેણાંક કમ કોમર્શિયલ હાઈરાઈઝ બિલ્ડીંગો અને કોમર્શિયલ હાઇરાઇઝ બિલ્ડીંગોને અમદાવાદ ફાયરબ્રિગેડ દ્વારા વીજ પુરવઠો અને પાણી પુરવઠો કાપવા અંગેની પહેલી નોટિસ આપવામાં આવી છે. અગાઉ ફાયર NOC ન લેનાર બિલ્ડીંગને સીલ કરવાની નોટિસ આપી હતી. ત્રણ દિવસમાં તેઓ NOC ન લેતો સીલ મારવાની કાર્યવાહી કરવાની હતી. જેમાં તેઓએ NOC ન લેનાર શાહપુરમાં પુષ્પક ટાવર, થલતેજની હોટલ કેમ્બે ગ્રાન્ડ અને મણિનગરમાં ટ્રેડ સ્કવેર નામની બિલ્ડીંગને સીલ કરી છે.
જો આગામી દિવસોમાં આવી હાઇરાઇઝ બિલ્ડીંગો દ્વારા જો ફાયર NOC નહીં લેવામાં આવે તો તેમને વધુ એક નોટીસ પાઠવી અને વીજળી- પાણી પુરવઠો કાપવાની નોટિસ બજાવવામાં આવશે. બિલ્ડીંગને સીલ મારવાની કાર્યવાહી પણ થશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.
15 Comments