NEWS

પ્રોપર્ટી કાર્ડની યોજનામાં મંથરગતિ વધુ 8 ડ્રોન જોતરવા સરકારની માગ

Government demands 8 more drones to slow down in property card scheme

ગુજરાતમાં વર્ષોથી સ્થાયી મિલકતધારકોને પ્રોપર્ટી કાર્ડ આપવાની વાતો થઈ રહી છે, જે હવે સ્વામિત્વના રૂપકડાં નામથી અમલમાં મુકાઈ છે. ભારત સરકારના પંચાયતીરાજ મંત્રાલયે ગુજરાત સહિત દેશભરમાં ગ્રામીણ વિસ્તારના લોકોને પ્રોપર્ટી કાર્ડ આપવાનો કાર્યક્રમ હાથ ઉપર લીધો છે. ગુજરાતમાં નિસબત છે ત્યાં સુધી પંચાયત વિભાગ, મહેસૂલ વિભાગ અને સર્વે ઓફ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે કામગીરી થઈ રહી છે. જેમાં ડ્રોન દ્વારા મિલકતોની ઇમેજ લઈ મિલકતોનું ચોક્કસ માપ, આકાર સાથેનો નકશો બનાવ્યા બાદ પ્રોપર્ટી કાર્ડ અપાશે.

બે મહિનાથી ચાલી રહેલી આ કામગીરીમાં ભારે વિલંબ થઈ રહ્યો છે. કેમ કે સર્વે ઓફ ઇન્ડિયાએ માત્ર ૪ ડ્રોન ફાળવેલા હોઈ એક ડ્રોન દિવસમાં માંડ ૩-૪ ગામોની મિલકતોના ફોટા પાડી શકે છે. અત્યાર સુધી માંડ ૧,૧૦૯ ગામોની જ માપણી થઈ શકી છે. રાજ્યમાં કુલ ૧૮ હજાર ગામડાઓના પ્રોપર્ટી કાર્ડ ૨૦૨૪ સુધીમાં તૈયાર કરવાના હોઈ જે રીતે ગોકળગાય ગતિથી કામગીરી ચાલી રહી છે, જે જોતા પ્રોપર્ટી કાર્ડનું કામકાજ ૪-૫ વર્ષમાં પૂરું થાય તેમ છે. પરિણામે રાજ્ય સરકારે સર્વે ઓફ ઇન્ડિયાને વધુ ૮ ડ્રોન આ કામગીરીમાં જોતરવાની માગણી કરી છે. આ કામગીરીને લોન્ચિંગ કરવા સાથે અમુક ગામોના લોકોને પ્રથમ તબક્કે પ્રોપર્ટી કાર્ડ આપવા માટે મુખ્યમંત્રીનાં સમય મગાયો છે, જેને કારણે હવે ટૂંક સમયમાં જ પ્રથમ તબક્કાનું લોન્ચિંગ મુખ્યમંત્રીના હસ્તે યોજાશે. સૂત્રો કહે છે કે, આ કામગીરીમાં ડ્રોનથી મિલકતનો ફોટો જ પાડવાનો નથી. બલકે ડ્રોનથી ઇમેજ બાદ મિલકતનો નકશો તૈયાર કરાયા પછી જમીન દફતર ખાતાના કર્મચારીઓ દ્વારા ગામના તલાટી અને સરપંચની મદદથી ઘરે ઘરે ફરી નકશામાં સુધારો વધારો કરવાની કામગીરી સામેલ છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- સંદેશ.

Show More

Related Articles

Back to top button
Close