ConstructionGovernmentGovtInfrastructureNEWSUrban Development

ડીસામાં ભાજપા પ્રદેશ પ્રમુખ CR પાટીલના હસ્તે 100 બેડની હોસ્પિટલનું કરાયું લોકાર્પણ

Deesa: BJP state president CR Patil inaugurated the 100-bed hospital

બનાસકાંઠાનાં ડીસા ખાતે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનાં  હસ્તે નીમ્સ મલ્ટી સ્પેશ્યાલીસ્ટ ૧૦૦ બેડની અત્યાધુનિક હોસ્પિટલનું લોકાર્પણ કરાયું હતું.

આ ૧૦૦ બેડની અત્યાધુનિક હોસ્પિટલ રાજસ્થાન સહીત ગુજરાતમાં ઉત્તર ગુજરાતનાં તમામ જરૂરિયાતમંદ દર્દીઓ માટે આશીર્વાદ રૂપ બનશે તેવું જણાવી પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે હોસ્પિટલ મેનેજમેંટ, મેડિકલ ટીમ અને જિલ્લાવાસીઓને અભિનંદન આપ્યા હતા. સાથે માનવ સેવા કરતા તમામ સેવાધારીઓને બિરદાવી માનવસેવા માટે આગળ આવવા અપીલ કરી હતી. તેઓએ માત્ર ૩ રૂપિયામાં ઘી રોટલી સાથેનું પાકું ભાણું આપનાર ગુજરાતનાં અન્નદાતાની પણ પ્રંશસા કરી જણાવ્યું હતું કે આ અન્નદાતાનાં કોઠાર આજે પણ ભરેલા છે. આ પ્રંસગે અંગદાન પ્રણેતા દિલીપભાઈ દેશમુખ લોકસભા સાંસદ પરબત પટેલ, દિનેશ અનાંવાડીયા, ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી રજની પટેલ, બનાસડેરી ચેરમેન શંકર ચૌધરી, કાંકરેજ ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા, ડીસા ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યા સહીત ડીસા મેડિકલ એશોસિએશનનાં તબીબ સ્ટાફ હાજર રહ્યો હતો.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- ગુજરાત સમાચાર.

Show More

Related Articles

Back to top button
Close