Civil EngineeringCivil TechnologyConstructionInfrastructureNEWSUrban Development

કેન્દ્રીય સ્ટીલ મંત્રીએ સુરતના હજીરા ખાતે દેશના પ્રથમ સ્ટીલ સ્લેગ એક કિલોમીટર લાંબા 6 લેન હાઈવેનું કર્યુ લોકાર્પણ

Union Minister of Steel inaugurates the country's first steel slag one kilometer long 6 lane highway at Hazira, Surat

સુરતના હજીરા ખાતે કાઉન્સિલ ઓફ સાયન્ટીફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચના સહયોગથી આર્સેલર મિત્તલ કંપની દ્વારા દેશના સર્વપ્રથમ સ્ટીલ સ્લેગના ઉપયોગથી નિર્મિત એક કિલોમીટર લંબાઈના 6 લેન હાઇવે માર્ગનું લોકાર્પણ કર્યું હતું. કેન્દ્રીય સ્ટીલ મંત્રી રામચંદ્રપ્રસાદ સિંહે સુરતના હજીરા સ્થિત આર્સેલર મિત્તલ સ્ટીલ પ્લાન્ટ પરિસરની મુલાકાત પણ લીધી હતી. જ્યાં AMNS જેટી, AMNS પ્લેટ મેકિંગ પ્લાન્ટ, કોક ઓવન સાઈટની જાત મુલાકાત લઈને દૈનિક કામગીરીથી માહિતગાર થયાં હતાં. તેમણે મુલાકાત દરમિયાન કંપનીના અધિકારીઓ સાથે બેઠક યોજીને પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું.

સ્ટીલ પ્રોસેસ્ડ સ્લેગના 100 % ઉપયોગથી રોડ બનાવવામાં આવ્યો

નવો રોડમેપ લાગુ કરવામાં ઉપયોગી
કેન્દ્રીય મંત્રીએ રસ્તાના લોકાર્પણ કરતી વેળાએ તમામ કચરાને સંપત્તિમાં રૂપાંતરિત કરીને અર્થતંત્રને મજબૂત કરવા અને સંસાધનોના રચનાત્મક ઉપયોગ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે, રિસાયકલીંગ એ સમયની માંગ છે અને તેને આપણા જીવનનો એક ભાગ બનાવવાની તાતી જરૂર છે. સ્ટીલ પ્રોસેસ્ડ સ્લેગના 100 % ઉપયોગથી બનાવવામાં આવેલો રસ્તો વેસ્ટને વેલ્થમાં એટલે કે, કચરાને સંપત્તિમાં રૂપાંતરિત કરવાનું ઉત્તમ ઉદાહરણ છે. રસ્તાના બાંધકામમાં સ્ટીલના વેસ્ટનો ઉપયોગ બાંધકામના ખર્ચને 40 ટકા સુધી ઘટાડવામાં સફળતા મળી છે. કારણ કે, સ્લેગ-આધારિત સામગ્રી ટકાઉ રોડ બનાવવાના ખૂબ ઉત્તમ ગુણધર્મો ધરાવે છે. આ રોડ પરથી મેળવેલા અનુભવને દેશમાં સ્ટીલ સ્લેગના વ્યાપક ઉપયોગ માટેનો રોડમેપ બનાવવામાં લાગુ કરાશે.

દેશમાં સ્ટીલ સ્લેગના વ્યાપક ઉપયોગ માટેનો રોડમેપ બનાવવામાં લાગુ કરાશે-સ્ટીલ મંત્રી

વિકલ્પોની ચકાસણી
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, સ્ટીલ મંત્રાલય માર્ગ નિર્માણ, કૃષિમાં માટીના પોષક તત્ત્વો અને ખાતરોના સ્થાને, રેલ્વે માટે બેલાસ્ટ અને ગ્રીન સિમેન્ટ બનાવવા માટે આવી સામગ્રીનો ઉપયોગ કરવા માટેના તમામ વિકલ્પોની ચકાસણી કરી રહ્યું છે. સ્ટીલ સ્લેગથી રોડનો પ્રોજેક્ટ સ્ટીલ મંત્રાલયના રિસર્ચ અને ડેવલપમેન્ટનો એક ભાગ હોવાનું તેમણે ઉમેર્યું હતું.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.

Show More

Related Articles

Back to top button
Close