NEWS

નેશનલ હાઈવે ઉપર મુસાફરોની સુવિધાઓને ધ્યાનમાં રાખીને માર્ગ અને પરિવહન મંત્રાલયની યોજના, જાણો શું સુવિધાઓ મળશે

Ministry of Roads and Transport's plan for passenger facilities on National Highways, find out what facilities will be available

નેશનલ હાઈવે ઉપર મુસાફરી કરવાવાળા વાહનચાલકોની સુવિધાઓને ધ્યાનમાં રાખીને માર્ગ અને પરિવહન મંત્રાલયે (MORTH) ખાસ યોજના બનાવી છે. આ યોજના અંતર્ગત નેશનલ હાઈવે ઉપર 40 થી 60 કિ.મી.ના અંતરે તમામ પ્રકારની સુવિધાઓ ઉભી કરવામાં આવશે. જેમાં હોટલ, રેસ્ટોરન્ટથી લઈને ટ્રોમા સેન્ટરનો સમાવેશ થાય છે. આ યોજનાથી મુસાફરી સરળ બની જશે.

આપણા દેશમાં નેશનલ હાઈવેની કુલ લંબાઈ 140937 કિમી છે. જેમાં તમામ હાઈવે એવા છે જ્યાં દુર સુધી કોઈ સુવિધાઓ કે વ્યવસ્થા નથી. જેના કારણે મુસાફરી કરનારાઓને અનેક પ્રકારની તકલીફો પડે છે ઘણીવાર મુસાફરોને સ્વાસ્થયને લગતી તકલીફો પણ ઉભી થાય, ત્યારે કોઈ સારવાર પણ મળતી નથી. આથી હાઈવે ઉપર મુસાફરી કરતા વાહન ચાલકોની સુવિધાને ધ્યાનમાં રાખીને માર્ગ અને પરિવહન મંત્રાલયે વે સાઈટ અમેનિટિઝ વિકસિત કરવાની યોજના બનાવી છે

MORTHના અધિકારીના મતે હવે વે સાઈટ અમેનિટિઝ એટલે કે હાઈવેના કિનારે હવે અનેક સુવિધાઓ મળશે. જેમાં રેસ્ટોરન્ટ, ધાબા, પેટ્રોલ પંપ, ચાર્જિંગ સ્ટેશન, પાર્કિંગ, ટ્રક ડ્રાઈવરોના આરામ માટે ડોર્મિટરી અને ટ્રોમાં સેન્ટરનો પણ હશે, જેથી દુર્ઘટના કે સ્વાસ્થયને ખરાબ થતા તરત જ ઉપચાર મળી શકે. આ સુવિધાઓ 22 રાજ્યોમાં અંદાજે 600 જગ્યાએ પ્રાપ્ત થશે.

આ યોજનાની શરૂઆત ઉત્તર પ્રદેશના NH 27, ઝાંસી ઉરઈ કાનપુર સેક્શનમાં કરવામાં આવી હતી જ્યા હવે આ તમામ સુવિધાઓ શરૂ કરવામાં આવી છે. અધિકારીઓના મતે આગલા વર્ષના માર્ચ સુધીમાં આશરે 130 જગ્યાએ આ પ્રકારની સુવિધાઓ વિકસિત કરવામાં આવશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- ગુજરાત સમાચાર.

Show More

Related Articles

Back to top button
Close