ArchitectsNEWS
વિશ્વ પ્રસિદ્ધ આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીને રોયલ ઈન્સ્ટિટ્યૂટના પ્રમુખે ઘરે આવી ‘રોયલ ગોલ્ડ મેડલ’થી સન્માનિત કર્યા
World renowned architect Balakrishna Doshi was honored with 'Royal Gold Medal' by the President of the Royal Institute at his home.
વિશ્વ પ્રસિદ્ધ આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીને સૌથી પ્રતિષ્ઠિત રોયલ ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ એવોર્ડ આર્કિટેક્ચર ક્ષેત્રના નોબેલ તરીકે ઓળખાય છે. સામાન્ય રીતે આ સન્માન મેળવવા લંડન જવું પડે છે. પરંતુ બી.વી. 94 વર્ષના હોવાથી પહેલીવાર એવું બન્યું કે, રોયલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ બ્રિટિશ આર્કિટેક્ટના પ્રમુખ અમદાવાદ આવ્યા હતા.
એવોર્ડ બાદ બાલકૃષ્ણ દોશીએ કહ્યું, હાલના આર્કિટેક્ચરમાં લોકો નહીં પરંતુ સુવિધા પર ભાર મૂકવામાં આવે છે. અત્યારની કમનસીબી એ છે કે, હવે આર્કિટેક્ચરને બિલ્ડિંગ તરીકે જોવામાં આવે છે. તેમણે ઉમેર્યું કે, જૂનું અમદાવાદ એક માહોલ છે, નવા ઘરોમાં રૂમ મળે છે પણ ઘર નહીં. હાલની ડિઝાઈનમાં લોકો વિશે વાત કરાતી નથી.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય ભાસ્કર.
9 Comments