NEWS

દેશનાં 100 સ્માર્ટસિટીઝમાં સુરત નં-1 તો અમદાવાદ 6ઠ્ઠા સ્થાને

Surat No. 1 out of 100 smart cities in the country, Ahmedabad ranks 6th

દેશના 100 સ્માર્ટસિટીઝમાં ડાઇનેમિક રેન્ક કેટેગરીમાં સુરતે નંબર 1 મેળવ્યો છે. વહીવટી કામગીરી, નાણાકીય બાબત તેમજ પ્રોજેકટ પૂર્ણ કરી અમલીકરણ જેવા પર્ફોર્મન્સ આધારિત ગુણને ધ્યાનમાં લેવાયા હતા.

કેન્દ્ર સરકારના સ્માર્ટસિટી પ્રોજેક્ટ અંતર્ગત સુરત પાલિકાએ કુલ 2936 કરોડના 81માંથી 1791 કરોડના 69 પ્રોજેક્ટ પૂર્ણ કરી દીધા છે, જ્યારે 1145 કરોડના 12 પ્રોજેકટનું કામ હાલમાં કાર્યરત છે. મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન દ્વારા સ્માર્ટસિટીઝ મિશન અંતર્ગત પસંદ થયેલાં 100 શહેરોને પૂર્ણ કરેલા પ્રોજેક્ટસ, કાર્યરત પ્રોજેક્ટસ, મળેલી ગ્રાન્ટ વપરાશના ફાઇનાન્સિયલ સર્ટિફિકેટ, એડવાઇઝરી ફોરમ મીટિંગ જેવા માપદંડના આધારે ડાઇનેમિક રેન્કિંગ સિસ્ટમના આધારે ડાઇનેમિક રેન્ક આપવામાં આવે છે. નોંધનીય છે કે, 2015માં સ્માર્ટસિટીઝ મિશનની યોજના જાહેર કરી ત્યાર બાદ આ યોજના અંતર્ગત દેશના પસંદગી પામેલાં 100 શહેરો પૈકી પ્રથમ ચરણના પસંદ કરાયેલાં 20 શહેરોમાં સુરતની પસંદગી થઇ હતી.

દેશના ટોપ 10 રેન્કમાં આવેલાં શહેરોની યાદી
1. સુરત
2. આગ્રા
3. વારણસી
4. ભોપાલ
5. ઇન્દોર
6. અમદાવાદ
7. પુણે
8. રાંચી
9. લખનઉ
10. ઉદયપુર

ટીમ બિલ્ટ ઇન્ડિયા, સૌજન્ય:- દિવ્ય ભાસ્કર.

Show More

Related Articles

Back to top button
Close