NEWS

તમિલનાડુમાં 500 એકર જમીન પર નિર્માણ પામશે 700 કરોડનું મેગા સ્પોર્ટસ્ સિટી

Tamil Nadu to unveil mega sports city on East Coast Road; 500 acres identified

તમિલનાડુના ચેન્નાઈથી અંદાજિત 30 કિ.મી દક્ષિણે તિરુવિદંતાઈ નજીક 500 એકરમાં 700 કરોડનું મેગા સ્પોર્ટ્સ સિટી નિર્માંણ પામવા જઈ રહ્યું છે. જેમાં શ્રેષ્ઠ એથ્લેટિક ટ્રેક, ઈન્ડોર સાઇકલિંગ વેલોડ્રોમ, હોકી સ્ટેડિયમ, બાસ્કેટબોલ, વોલીબોલ અને બોક્સિંગ માટે મલ્ટીપર્પઝ ઈન્ડોર સ્ટેડિયમ જેવી આકર્ષક સુવિધાઓનો સમાવેશ થાય છે.

આ પ્રોજેક્ટ ઈસ્ટ કોસ્ટ રોડ (ECR) પર ચેન્નાઈથી લગભગ 30 કિમીના અંતરે નિર્માણ પામનાર છે. જ્યાં સ્પોર્ટસ્ સિટી નિર્માણ પામનાર જમીન, ECR અને OMR વચ્ચે સ્થિત છે, તે 3,000 એકર સરકારી જમીનનો ભાગ છે જ્યાં 2003માં, તત્કાલીન AIADMK સરકારે વહીવટી શહેર બનાવવાની યોજના બનાવી હતી.

રાજ્યની માલિકીની તમિલનાડુ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (TIDCO) એ સુવિધા સ્થાપવા માટે ટેક્નો ઇકોનોમિક ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરવા માટે સલાહકારોને આમંત્રણ આપતા ટેન્ડરો બહાર પાડ્યા છે.

કન્સલ્ટન્ટ સ્પોર્ટ્સ સિટીના વિકાસ માટે પબ્લિક પ્રાઈવેટ પાર્ટિસિપેશન (PPP) સહિત વિવિધ રેવન્યુ મોડલ્સનો અભ્યાસ કરશે અને સરકારી અને ખાનગી ક્ષેત્રોમાંથી જરૂરી રોકાણની માત્રા દર્શાવશે. ડીપીઆર સ્પોર્ટ્સ સિટીમાં હોલ્ડિંગ કેપેસિટી જેવા પાસાઓ પર પણ ધ્યાન આપશે.

તમિલનાડુના રમતગમત મંત્રી શિવ વી મયનાથે જણાવ્યું છે કે આ પ્રોજેક્ટ માટેનો વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ ટૂંક સમયમાં તૈયાર કરવામાં આવશે. “અમે પુણેના શિવાજી છત્રપતિ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને પટિયાલાના નેતાજી સુભાષ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટ્સનો અભ્યાસ કર્યો છે. અમે તમિલનાડુ માટે જે યોજના બનાવીએ છીએ તે ફક્ત આ સવલતોની સમકક્ષ નથી, પરંતુ તેમના કરતાં વધુ સારી હશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા. સૌજન્ય- ટાઈમ્સ ઓફ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close