GovernmentNEWS
સિવિલ એન્જીનીયર બન્યા, ગુજરાતના નવા મુખ્યમંત્રી
Gujarat new cm is the civil engineer.

સિવિલ ડિપ્લોમા એન્જીનીયર અને પોતે ડેવલપર્સ એવા ઘાટલોડિયાના ધારાસભ્ય ભુપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના નવા મુખ્યમંત્રી બનતા ગુજરાતના રાજકારણમાં આવેલા ભૂકંપ શાંત થઈ ગયો છે. આવતીકાલે, માત્ર ભુપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. ત્યારે આવો જાણીએ ગુજરાતના નવા મુખ્યમંત્રી વિશે.
જાણો કોણ છે ભુપેન્દ્ર પટેલ ?
- સહજ અને સૌમ્ય સ્વભાવ એ ભુપેન્દ્રભાઈ પટેલની મુખ્ય ખાસિયત છે.
- સિવિલ ડિપ્લોમા એન્જીનીયર છે.
- 2017માં ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી પહેલીવાર ચૂંટણી લડ્યા.
- પહેલી જ વિધાનસભા ચૂંટણીમાં 1,17,750 મતની જંગી સરસાઈથી જીત્યા, જે ગુજરાતમાં સૌથી મોટી લીડ
- ભૂપેન્દ્રભાઈ 1999-2000, 2004-05 સુધી મેમનગર નગરપાલિકાના ચેરમેન રહ્યા હતા.
- તે પછી તેઓ 2010થી 2015 સુધી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની સ્ટે. કમિટીના ચેરમેન રહ્યા હતા.
- પોતાના મત વિસ્તારમાં અને પાર્ટીના કાર્યકરોમાં ‘દાદા’ના હુલામણા નામથી ઓળખાય છે.
- જ્યારે ભૂપેન્દ્ર પટેલે 2015-17 દરમિયાન ઔડાના ચેરમેનનો અતિ મહત્ત્વપૂર્ણ હોદ્દો પણ સંભાળ્યો છે.
- વ્યવસાયે બિલ્ડર ભૂપેન્દ્ર પટેલ શીલજ વિસ્તારમાં કલ્હાર રોડ પરની આર્યમાન રેસિ.માં રહે છે.
- ઔડાના ચેરમેન તરીકે એસ.પી. રિંગ રોડને અડીને આવેલા વિસ્તારોમાં સૌથી મહત્ત્વની ભૂમિકા
- 2017 પહેલાં આનંદીબેન ઘાટલોડિયાના ધારાસભ્ય હતા, જેમણે જતા-જતા તેમના વિશ્વાસુ ભૂપેન્દ્ર પટેલને ટિકિટ અપાવી હતી.
ઉલ્લખેનીય છેકે,ગઈકાલે એટલે શનિવારે, સરદારધામ ભવનના કાર્યક્રમ બાદ, વિજય રુપાણીએ ગુજરાતના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામા આપતાં ગુજરાતના રાજકારણમાં ભૂંકપ આવી ગયો હતો. અને મુખ્યમંત્રી તરીકે અનેક નામોની ચર્ચા થતી હતી. પરંતુ, આજે ભાજપાએ કોઈને અંદાજ પણ ન હતો તેવા ભાજપના કર્મઠ કાર્યકર, સહજ અને પ્રાણામિક નેતા ભુપેન્દ્રભાઈ પટેલને મુખ્યમંત્રી બનાવીને ગુજરાતનું સુકાન સોપ્યું છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
11 Comments