હાઈવે તથા રોડ મિડીયન પર, આ પ્રકારના લાઈટ બેરીયર લગાવીને અકસ્માતમાં ઘટાડો કરી શકાય.
light barrier small
દેશભરમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો, એક્સપ્રેસ વે, સ્ટેટ હાઈવે કે રોડ તથા જિલ્લા રોડ પર રાત્રી દરમિયાન વાહન ચાલકોને કોઈ જ અડચણો કે સામેથી આવતા વાહનોની લાઈટની તકલીફ ન પડે, તે માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના રોડ અને ટ્રાન્સપોર્ટે મંત્રાલય તથા ખાનગી રોડ નિર્માંણકર્તા કંપનીઓ દ્વારા વિવિધ પ્રકારના બેરીયર લગાવવામાં આવે છે. જેમ કે, સ્ટીલ બેરીયર, લાઈટ બેરીયર, વૃક્ષો વાવીને સલામતી વધારવામાં આવે છે.ત્યારે અહીં લાઈટ બેરીયરનો ઉપયોગ હાલ ગુજરાતના હિંમતનગરથી ઉદેપુર જતા રાજમાર્ગ પર થયો છે. આ બેરીયરથી રાત્રિ દરમિયાન વાચન ચાલકોને સામેથી આવતા વાહનોની લાઈટનો પ્રકાશ રોકે છે અને મુસાફરી સલામત અને સુરક્ષિત બનાવે છે.
જાણકારોનું માનવું છેકે, આ પ્રકારના રોડ બેરિયર લગાવવા ખૂબ સરળ અને ઝડપી છે તેમજ સ્ટ્રીમલાઈન શેપ હોવાથી ઝડપીથી આવતા પવનો સામે સુરક્ષિત પણ છે. આ બેરીયરની ઊંચાઈ 2 થી 3 ફૂટ સુધીની હોય છે.
હાઈ ડ્યૂરેબલ પ્લાસ્ટિક મટેરીયલમાંથી બનાવવામાં આવે છે જેથી આ બેરીયરને કોઈ કાટ નથી આવતો. જાવળણી ખર્ચ પણ ઝીરો છે. અહીં મહત્વનું છેકે, આ બેરીયર પર રેટ્રો રિફ્લેક્ટીવ શીટ લગાવવામાં આવે છે જેથી રાત્રિ દરમિયાન સામેથી આવતા વાહનની લાઈટનો પ્રકાશ બિલકુલ અસર કરતો નથી તેથી સલામત રીતે વાહન ચલાવી શકાય છે. આ બેરીયર 1.2 મીટરની પહોળાઈ અથવા તેનાથી ઓછી પહોળાઈ ધરાવતા હાઈવે કે રોડ મિડીયન પર લગાવી શકાય છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
4 Comments