HousingNEWS

રિયલ એસ્ટેટમાં રોકાણકારોને અલ્ટરનેટિવ ઈન્વેસ્ટમેન્ટ ફંડ(AIF)માં 20% સુધીનું રિટર્ન- શિવાલિક ગ્રુપ

રિયલ એસ્ટેટમાં અલ્ટરનેટિવ ઈન્વેસ્ટમેન્ટ ફંડમાં રોકાણકારોનો ઉત્સાહ વધુ જોવા મળી રહ્યો છે.  અલ્ટરનેટિવ ઈન્વેસ્ટમેન્ટ ફંડમાં રોકાણ જાગૃતતા અને ઈન્ડસ્ટ્રીઝના મજબૂત ગ્રોથ તેમજ આકર્ષક રિટર્ન મહત્વનું કારણ બની રહ્યાં છે. ગુજરાતમાં અમદાવાદમાં સેબી રજિસ્ટર્ડ કેટેગરી-2 અલ્ટરનેટિવ ઈન્વેસ્ટમેન્ટ ફંડ શિવાલિક ગ્રુપ દ્વારા મૂડી એકત્રીકરણથી લઈને ડિપ્લોયમેન્ટ કામગીરી શરુ કરી છે. કંપનીએ પ્રથમ તબક્કામાં 75 કરોડનું ફંડ એકત્ર કર્યું છે. જેમાંથી ઉચ્ચ ક્ષમતાવાળા રિયલ એસ્ટેટ પ્રોજેક્ટસ્ માટે રુ. 55 કરોડથી વધુનું રોકાણ પહેલે કર્યું છે.

આ ફંડ અમદાવાદના ત્રણ કોમર્શિયલ પ્રોજેક્ટ, જે પૈકી ઓગણજ, ચાંદખેડા તથા રિવરફ્રન્ટ ખાતે આકારિત પામનાર પ્રોજેક્ટ પાછળ ઉપયોગ કરવામાં આવશે તેવો નિર્દેશ શિવાલિક ગ્રુપના સ્થાપક અને મેનેજિંગ ડાયરેક્ટર ચિત્રક શાહે દર્શાવ્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અલ્ટરનેટિવ ઈન્વેસ્ટમેન્ટ ફંડ સેગમેન્ટમાં રોકાણકારોને સરેરાશ 15-20 ટકાનું રિટર્ન મળવાનો અંદાજ છે. જોકે, હાલ રિયલ એસ્ટેટ સેક્ટરમાં મંદીનું વાતાવરણ છે, કારણ કે, કેટલાક વિસ્તારોમાં મકાનોની માંગ કરતાં પુરવઠો વધારે છે, જંત્રીના દરોના અંગે નિર્ણય મુદ્દે રિયલ એસ્ટેટ માર્કેટ પર માઠી અસરો પણ પડી રહી છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય-દિવ્ય ભાસ્કર

Show More

Related Articles

Back to top button
Close