InfrastructureNEWS

29 કિ.મી લાંબો દેશનો પ્રથમ સાઉન્ડ પ્રૂફ હાઈવે, નિર્માંણ પામ્યો મધ્યપ્રદેશના સિવનીમાં.

India's first sound proof highway in Seoni, Madhya Pradesh.

દેશમાં હવે એવા હાઈવે અને એક્સપ્રેસ વે બની રહ્યા છે કે, જેની આપે કલ્પના પણ ન કરી હાઈ. જંગલી જાનવરોને હેરાનગતિ ન થાય તેવા ઉમદા હેતુસર, મધ્યપ્રદેશના સિવનીમાં દેશનો પ્રથમ સાઉન્ડ પ્રૂફ હાઈવે નિર્માંણ કર્યો છે. જે કુદરતી સાનિધ્યમાંથી પ્રસાર થઈ રહ્યો છે. જેનો અનુભવ કરીને દેશના નાગરિકો ખરેખર ખુશી વ્યક્ત કરી રહ્યા છે.

કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ દ્વારા 960 કરોડના ખર્ચે નિર્માંણ પામેલો મધ્યપ્રદેશના સિવનીથી નાગપુર તરફ જતો 29 કિલોમીટરની લંબાઈ ધરાવતો આ હાઈવે દેશનો પ્રથમ સાઉડ પ્રૂફ હાઈવે બન્યો છે.

ઉલ્લેખનીય છેકે, આ હાઈવે પેંચ ટાઈગર્સ રિઝર્વ પાસેથી પસાર થાય છે. 29 કિલોમીટરની લંબાઈમાં 3 કિલોમીટરમાં કુલ 14 એનિમલ અંડર પાસ નિર્માંણ કરવામાં આવ્યા છે. જંગલી જાનવરોને કોઈ જ પરેશાની ન થાય તે માટે હાઈવે બંને સાઈડ પર 6 ફૂટની ઊંચાઈ ધરાવતી દિવાલો નિર્માંણ કરવામાં આવી છે.

હાઈવે પર ચાલનારા વાહનોનો અવાજ અને હેડલાઈટોની, વન્ય જીવોને ખલેલ ન પહોંચે તે માટે હાઈવેના બંને કિનારા પર સાઉન્ડ બેરિયર અને હેડલાઈટ રિડ્યુસર લગાવીને 4 ફૂટ ઊંચી સ્ટીલની દિવાલો પણ નિર્માંણ કરવામાં આવી છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close