અદાણી ગ્રુપ કોલંબોમાં નિર્માંણ કરશે સી ટર્મિનલ, 700 મિલીયન ડૉલરના કર્યાં કરારો.
India counters China in Sri Lanka with $700 million port deal
દેશની જાણીતા અદાણી ગ્રુપે શ્રીલંકામાં ડીપ-સી કન્ટેનર ટર્મિનલ બનાવવા માટે ગુરુવારે, 700 મિલીયન ડૉલરનો કરાર કર્યો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, જણાવ્યાનુસાર આ ક્ષેત્રે ચીનના વધતા પ્રભાવનો સામનો કરવા માટે આ પગલાં લેવામાં આવી રહ્યા છે.
ધ શ્રીલંકા પોર્ટ ઓથોરીટીએ જણાવ્યું હતું કે, તેઓ રાજધાની કોલંબોના વિશાળ બંદર પર 500 મિલિયન ડૉલરની ચીની સંચાલિત જેટીની બાજુમાં એક નવું પોર્ટ ટર્મિનલ બનાવવા માટે ભારતના અદાણી ગ્રુપ સાથે કરાર કર્યો છે. વધુમાં ઓથોરીટીએ જણાવ્યું હતું કે, અદાણી ગ્રુપ સાથે કરેલા 700 મિલીયન ડૉલરના કરાર, એ શ્રીલંકાના પોર્ટ સેક્ટરમાં અત્યાર સુધીનું સૌથી મોટું વિદેશી રોકાણ છે.
શ્રીલંકન ઓથોરીટીએ જણાવ્યું હતું કે, અદાણી ગ્રુપ સાથે, સ્થાનિક શ્રીલંકન કંપની અને શ્રીલંકન સરકારની ઓથોરીટી સંયુક્ત સહયોગથી આ નિર્માંણકાર્ય થશે. જેમાં સ્થાનિક શ્રીલંકન કંપનીના અધિકારી જોન કિલ્સે જણાવ્યું હતું કે, 34 ટકા હિસ્સો શ્રીલંકન કંપનીનો, અદાણી ગ્રુપનો 51 ટકા હિસ્સો અને બાકીનો હિસ્સો શ્રીલંકન ઓથોરીટીનો રહેશે.
કુલ 1.4 કિલોમીટરની લંબાઈ અને 20 મીટરની ઊંડાઈ ધરાવતી દરિયાઈ પટ્ટીમાં નવું સી ટર્મિનલ બનશે. જેમાં દર વર્ષે 3.2 મિલીયન કન્ટેનર સંભાળવાની ક્ષમતા ધરાવતું ટર્મિનલ નિર્માંણ પામશે. 600 મીટરની લંબાઈ ધરાવતી જેટી આગામી બે વર્ષમાં નિર્માંણ પામશે અને જેનું સંચાલન શ્રીલંકન કંપની 35 વર્ષ સુધી કરશે.
ઉલ્લેખનીય છેકે, કોલંબો હિંદ મહાસાગરમાં દુબઈ અને સિંગાપોરના મુખ્ય કેન્દ્ર વચ્ચે સ્થિત છે. જેથી, આ બંનેના દેશના બંદરો પર પણ નવા નિર્માંણ પામી રહેલા કોલંબો ટર્મિનલ પર ખૂબ પ્રભાવ પડશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
9 Comments