NEWS

વડાપ્રધાન આજે, સરદારધામ ભવન અને કન્યા છાત્રાલયનું ભૂમિપૂજન વિડીયો કૉન્ફરન્સ દ્વારા કરશે.

અમદાવાદ:- આજે સવારે 11 કલાકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિડીયો કૉન્ફરન્સના માધ્યમથી, અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ નજીક નિર્માંણ પામેલા સરદારધામ ભવનનું ઉદ્દઘાટન કરશે. વિશ્વ પાટીદાર સમાજ દ્વારા નિર્માંણ પામેલા સરદારધામના ફર્સ્ટ ફેજનું નિર્માંણ પૂર્ણ કરવામાં આવેલું છે. જે કુલ 200 કરોડના ખર્ચે કુલ 7.19 લાખ સ્કેવર ફૂટમાં નિર્માંણ પામ્યું છે. ગુજરાતના રાજ્યની ધરોધર એવા સરદારધામમાં 800 કુમાર અને 800 કન્યાઓ માટેની હોસ્ટેલ પણ નિર્માંણ કરવામાં આવી છે.

એકસાથે 1000 વિદ્યાર્થીઓ લાયબ્રેરીનો ઉપયોગ કરી શકે તેવી વિશાળ લાયબ્રેરીનું નિર્માંણ પણ કરવામાં આવ્યું છે. 450ની ક્ષમતા ધરાવતું ઓડીટોરીયમ, બે મલ્ટીપોર્પઝ હોલ, દરેક હોલની ક્ષમતા 1000 માણસોની છે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓનો શારિરીક અને માનસિક વિકાસ થાય તેવા ઉમદા હેતુસર ઈન્ડોર ગેમ્સની પણ સુવિદ્યા કરવામાં આવી છે. તેમજ વિદ્યાર્થીઓ માટે જિમ્નાશિયમ અને હેલ્થકેરની સગવડ પણ કરવામાં આવી છે.

સરદારધામના સેવક ગગજીભાઈ સુતરિયાએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીનીઓ માટે 2500 ક્ષમતા ધરાવતાનું ભવન 200 કરોડમાં નિર્માંણ કરવામાં આવશે. જેનુ ભૂમિપૂજન આજે કરવામાં આવશે વધુમાં ગગજીભાઈએ જણાવ્યું હતું કે, સરદારધામના બીજા તબક્કાનું ઉદ્દઘાટનનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવા જઈ રહ્યું છે, જે અમારી અહોભાગ્ય છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close