NEWS

બુકિંગ-વેચાણમાં મિડ-લક્ઝરી રેન્જની ભાગીદારી 70 ટકા સુધી પહોંચી-ડૉ. નિરંજન હીરાનંદાની, ચેરમેન નરેડકો

mid-luxury-rang-flats-contribution-reaches-at-70%

રીઅલ એસ્ટેટ ખરીદદારોનું સેન્ટિમેન્ટ તહેવારો પર ઘણું સારું રહેવાની આશા છે. હાઉસિંગ વેચાણ ગતવર્ષની તુલનામાં ઘણા વધે તેવી સંભાવના છે.

ઈન્ડસ્ટ્રીઝમાં તહેવારોના સેન્ટીમેન્ટનો ફાયદો લેવા માટે અને વેચાણ વધારવા માટે અલગ-અલગ સ્તર પર ડિસ્કાઉન્ટ અને ઓફર્સની રજૂઆત કરવામાં આવી છે. આ વખતે ખરીદદારોને અભૂતપૂર્વ ડીલ મળી રહી છે કેમકે હોમલોનના રેટ પણ ઘણા નીચા છે અને ડેવલપર્સ પણ પોતાની રીતે વધુમાં વધુ છૂટ અને સુવિધાઓ આપી રહ્યાં છે.

પહેલાની અપેક્ષા મોટા મકાન અથવા ફ્લેટની ખરીદીમાં લોકોનો ઉત્સાહ વધ્યો છે. તહેવારોની સિઝનમાં બુકિંગ અને વેચાણ અંદાજે 70 ટકા ભાગીદારી મિડ અને લક્ઝરી રેન્જના મકાનોની છે. એફોર્ડેબલ મકાનની ભાગીદારી અંદાજે 30 ટકા જ છે. લોકો રેડી ટૂ મૂવ મકાન પસંદ કરે છે.

હોમ લોનના દર ઘટી 6.50 ટકા થઇ શકે
રિઅલ એસ્ટેટ સેક્ટરનો ગ્રોથ ઓલટાઇમ લો હાઉસિંગ રેટને આભારી રહ્યો છે. અત્યારે મોટા ભાગની બેન્કો હોમ લોન 6.85 થી 7.5 ટકાના દરે આપી રહી છે.


પરંતુ તહેવારોની સીઝનમાં અનેક બેન્કો હોમલોનના દરમાં આકર્ષક સ્કીમ લાવી 6.50 ટકા સુધી કરે તો નવાઇ નહિં. હોમલોન સેગમેન્ટને વેગ આપવા માટે બેન્કોમાં પણ સ્પર્ધા જોવા મળી રહી છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય-ભાસ્કર

Show More

Related Articles

Back to top button
Close