InfrastructureNEWS

સંપત્તિમાં ખાનગી સંચાલનને વેગ:એન્કોરેજ ઇન્ફ્રા.ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગના FDIને મંજૂરી

સરકારે બુધવારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં રોકાણ માટે કેનેડા સ્થિત પેન્શન ફંડની પેટા કંપની એન્કોરેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ લિમિટેડના 15,000 કરોડના વિદેશી રોકાણ (FDI) પ્રસ્તાવને મંજૂરી આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ કમિટી ઓફ ઇકોનોમિક અફેર્સએ ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બાંધકામ-વિકાસ ક્ષેત્રોમાં રોકાણના હેતુ માટે FDI પ્રસ્તાવને મંજૂરી આપી છે.

તેમાં પરિવહન અને લોજિસ્ટિક્સ, એરપોર્ટ ક્ષેત્રમાં ડાઉનસ્ટ્રીમ રોકાણ અને ઉડ્ડયન સંબંધિત વ્યવસાયો અને સેવાઓનો સમાવેશ થઈ શકે છે. 2726247 ઓન્ટેરિયો ઈન્સ્ટ્રીઝ દ્વારા એન્કોરેજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈનેવેસ્ટમેન્ટ હોલ્ડિંગ લિ.માં રૂ. 950 કરોડનું રોકાણ તેમજ બેંગ્લોર ઈન્ટરનેશનલ એરપોર્ટ લિ.ના શેર એન્કોરેજમાં ટ્રાન્સફર કરવા સહિત રોકાણ સામેલ છે.

2726247 ઓન્ટેરિયો ઈન્ડસ્ટ્રી એ OACની સંપૂર્ણ માલિકીની પેટા કંપની છે. એફડીઆઈ રોકાણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર અને એરપોર્ટને વેગવાન બનાવશે. પાર્ટનરશિપ મારફત એરપોર્ટ- ટ્રાન્સપોર્ટ સંબંધિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપિત કરવાની યોજનાને પ્રોત્સાહન આપશે.

સંપત્તિમાં ખાનગી સંચાલનને વેગ આપશે
એફડીઆઈને મંજૂરી મળતાં નેશનલ મોનેટાઈઝેશન પાઈપલાઈનને પણ વેગ આપશે. તે રસ્તાઓ, રેલવે, એરપોર્ટ, સ્પોર્ટ્સ સ્ટેડિયમ, પાવર ટ્રાન્સમિશન, ગેસ પાઈપલાઈન્સ સહિતની સરકારી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંપત્તિ ખાનગી ઓપરેટર્સને સોંપવામાં મદદરૂપ બનશે તેવો નિર્દેશ કરાયો છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્યભાસ્કર

Show More

Related Articles

Back to top button
Close