NEWSUpdates

સોમનાથમાં એક કિલોમીટર લાંબો સમુદ્ર દર્શન વૉક-વે તૈયાર, કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યૂઅલ લોકાર્પણ કરશે

PM Modi will inaugurate Somnath Sea Walkway tomorrow.

સોમનાથમાં ભારત સરકારની પ્રસાદમ યોજના, ગુજરાત ટુરિઝમ, સોમનાથ ટ્રસ્ટ અને દાતાઓના સહયોગથી 4 પ્રોજેક્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેમાં સૌથી મહત્ત્વાકાંક્ષી યોજના સાગરદર્શન નામનો એક કિ.મી. લાંબો વોક-વે 45 કરોડના ખર્ચે તૈયાર કરાયો છે. અહલ્યાબાઇ નિર્મિત સોમનાથ મહાદેવના મંદિરના વિકાસ કામોનું પણ ખાતમુહૂર્ત કરાશે તેમજ સોમનાથ મંદિર પરિસરમાં 22 કરોડના ખર્ચે નિર્માણ થનાર પાર્વતીજીના મંદિરનું ભૂમિપૂજન કરાશે.

વિવિધ જૂથો સંગીત-નૃત્યની ધૂમ મચાવશે
વૉક-વેનું લોકાર્પણ થતાં જ તેના પર સ્કૂલના વિદ્યાર્થીઓ, વિવિધ જૂથના લોકનૃત્યો, જૂનાગઢ પોલીસ બેન્ડ, વિવિધ પૌરાણિક પાત્રો સાથેના રથ, બાંટવાની જય ચામુંડા રાસ મંડળીના દાંડિયારાસ, ચોરવાડનું ટિપ્પણી નૃત્ય અને સીદી બાદશાહના ધમાલ નૃત્ય સાથેની શોભાયાત્રા પણ નીકળવાની છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય દિવ્ય ભાસ્કર

Show More

Related Articles

Back to top button
Close