દેશમાં 2020માં 3.66 લાખ થાય રોડ અકસ્માત, અકસ્માતો ટાળવા માટે મંત્રાલય એક્શનમાં – નિતીન ગડકરી
3.66 lakh road accidents resulted 1.32 lakh deaths in 2020- Nitin Gadkari
લોકસભામાં પૂછાયેલા સવાલનો જવાબ આપતાં, કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નિતીન ગડકરીએ જણાવ્યું હતું કે, 2020માં દેશમાં કુલ 3,66,138 માર્ગ અકસ્માત થયા છે. જેમાં 1,31,714 લોકોનાં મોત થયા છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ભારત એક એવો દેશ જેમાં ભયાનક રીતે મોટા અકસ્માતો સર્જાય છે. અને મોટીસંખ્યામાં લોકોનાં મોત થયા છે. મોટાભાગના માર્ગ અકસ્માતો રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને એક્સપ્રેસ વે પર થતા હોય છે. જેમાં રસ્તાની નબળી ગુણવત્તા, નબળી ડીઝાઈન, અવિચારી ડ્રાઈવિંગ, ટ્રાફિક નિયમનોનું ઉલ્લંઘન જેવા કારણો છે.
આ પ્રકારના માર્ગ અકસ્માતો ન થાય તે માટે નિતીન ગડકરીએ કહ્યું છેકે, રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રાલયે રોડ સલામતીઓના મુદ્દાઓને ઉકેલ લાવવા બહુપક્ષીય વ્યૂહરચના ઘડી છે. જે રોડ વ્યૂહરચના શિક્ષણ, રોડ એન્જીનીયરીંગ, વાહન એન્જીનીયરીંગ, અમલીકરણ અને ઈમરજન્સી કેર પર ધ્યાન કેન્દ્રિત કરશે.
કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટેશન મંત્રાલયે, દેશના તમામ સંસદસભ્યોને સૂચન આપી છેકે, પોત પોતાના જિલ્લામાં રોડ વપરાશકર્તાઓને જાગૃત કરે.
મંત્રાલયે, નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડિયા અને બોર્ડ રોડ ઓર્ગેનાઈઝેશન જેવી રોડ એન્જસીઓને સૂચના આપવામાં આવી છેકે, તમામ ધોરીમાર્ગ અને એક્સપ્રેસ વે પર અકસ્માતગ્રસ્ત સ્થળોને શોધીને તેને તાત્કાલિક સમારકામ કરાવે.
સુધારેલા મોટર વ્હીકલ એક્ટમાં પણ ટ્રાફિક નિયમનના ઉલ્લંઘન માટે કડક શિક્ષાત્મક પગલાં લેવાની જોગવાઈઓ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છેકે, દેશમાં સૌથી વધારે રોડ અકસ્માત તમિલનાડુ રાજ્યમાં થાય છે. દક્ષિણના રાજ્યોમાં નિર્માંણ પામેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને એક્સપ્રેસ વે પર સૌથી વધુ અકસ્માત સ્થળો છે. પશ્વિમ બંગાળ અને કર્ણાટક રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને એક્સપ્રેસ વે પર મહત્તમ અક્સ્માતગ્રસ્ત સ્થળો અનુક્રમે બીજો અને ત્રીજો ક્રમાંક આવે છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા
16 Comments