
રાજ્યભરમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો હોય તેવા સમયે જ જુદા જુદા શહેરોની કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની દુર્ઘટના બાદ રચાયેલી ફાયર ઓડિટ કમિટીએ અમદાવાદ શહેરમાં 8 હોસ્પિટલનાં સંચાલકોને હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી સિસ્ટમના નામે મીંડુ હોવાનો રિપોર્ટ આપતાં મ્યુનિ. તંત્ર દ્વારા આઠ હોસ્પિટલનાં સંચાલકોને હોસ્પિટલ સીલ કેમ ના કરવી તેવી નોટીસ ફટકારી છે અને સાથે સાથે કોરોનાના નવા કોઈ દર્દી દાખલ નહી કરવાનો આદેશ જારી કર્યો છે.
મ્યુનિ. સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર, કોરોનાનાં કપરાકાળમાં રાજ્યમાં કેટલીક હોસ્પિટલોમાં આગ લાગવાની દુર્ઘટનાઓને ગંભીરતાથી લઈ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ તમામ મહાનગરપાલિકાઓને ફાયર સેફ્ટી સિસ્ટમ સહિત દર્દીઓની સુરક્ષા માટે ચેકિંગ કરવા ફાયર ઓડિટ કમિટીની રચના કરવાનો આદેશ કર્યો હતો. આ કમિટીએ મોટા શહેરોમાં કોરોના સારવાર કરતી ખાનગી હોસ્પિટલોમાં ચેકિંગ કર્યું હતું, જેમાં અમદાવાદ શહેરની આઠ હોસ્પિટલો કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ચાલતી હોવાનું અને ફાયર સેફ્ટી સિસ્ટમનો અભાવ હોવાનુ પૂરવાર થયુ હતું.

કમિટીના રિપોર્ટને પગલે મ્યુનિ. તંત્ર દોડતુ થયુ હતું આ આઠ હોસ્પિટલોને પહેલાં તો સીલ મારી દેવાનુ નક્કી કરાયુ હતુ, પરંતુ ત્યા દર્દીઓ સારવાર લઈ રહ્યાં હોવાથી હવે કોઈ નવા દર્દી દાખલ નહિ કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો અને હોસ્પિટલને સીલ કેમ ના કરવી તેવી શો કોઝ નોટિસ પણ ફટકારી દીધી છે. એટલુ જ નહિ આ હોસ્પિટલો જ્યાં ચાલે છે તે બિલ્ડિંગ પણ 10 વર્ષ કરતાં જુની છે અને પાણીની ટાંકીઓ પણ નિયમ કરતા ઓછી સંગ્રહક્ષમતાવાળી છે.
ધન્વંતરી હોસ્પિટલમા ફાયર સિસ્ટમ લાગાવવાનુ ચાલુ છે
થયેલી 600 બેડની ડીઆરડીઓની હોસ્પિટલમાં ફાયર સેફ્ટી સિસ્ટમ લાગવવાની કામગીરી ચાલુ જ છે અને મ્યુનિ. નાં પૂર્વ ચીફ ફાયર ઓફિસર દસ્તરની તેના માટે નિમણૂંક કરવામાં આવી છે. પરંતુ આ પોસ્પિટલ ટેન્પરરી એટલે કે કામચલાઉ માળખામાં શરુ કરી દેવાઈ હોવાથી કેટલુક મટીરીયલ જોખમી હોવાથી જાણવા મળ્યુ છે. તેમ છતાં ત્યા ફાયર સેફ્ટીને લઈ અનેક પ્રકારે સાવચેતી રાખવામાં આવી રહી છે.
કઈ આઠ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી સિસ્ટમનો અભાવ
• નિકોલ મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ, નિકોલ
• નવજીવન હોસ્પિટલ, ગજ. હાઉસીંગ બોર્ડ, ચાંદખેડા
• લાઈફલાઈન હોસ્પિટલ, આઈસોસી રોડ, ચાંદખેડા
• લાઈફલાઈન હોલ્પિટલ, ગોતા
• શિવમ હોસ્પિટલ, બોપલ-ઘુમા રોડ, બોપલ
• આદિત્ય મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ, સત્તાધાર ચાર રસ્તા, સોલા રોડ
• નારોલ મલ્ટીલ્પેશિયાલીટી હોલ્પિટલ, નોરોલ-વટવા રોડ
• તપન હોસ્પિટલ, ખોખરા હાટકેશ્વર
એ-બી-સી-ડી ગ્રેડમાં કેટલી હોસ્પિટલો
• એ- 06, બી-43, સી-33, ડી-08
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સોજન્ય- નવગુજરાત
17 Comments