જાણો- ફ્લાયઓવર બ્રીજ નિર્માંણમાં માટીના પુરાણમાં, જીઓગ્રીડ(Geogrid)નું મહત્વ.
દેશભરમાં નિર્માંણ પામતા ફ્લાયઓવર બ્રીજમાં માટીનું પુરાણ કરવું પડે છે. ત્યારે તેનું પુરાણ માત્ર કોંક્રિટની પ્લેટો આધારિત કેવી રીતે ટકી શકતું હશે. તેવો સવાલ દરેકના મનમાં થાય તે સ્વભાવિક છે. ત્યારે આવો જાણીએ શું છે, ફ્લાયઓવર બ્રીજના પુરાણની ટેકનિકને.
ફ્લાયઓવર બ્રીજ નિર્માંણ કરવાનો હોય ત્યારે તેની ઊંચાઈ સુધી, આપણે માટીનું પુરાણ કરવું પડે છે. તે માટીને સો વર્ષ સુધી ટકાવી રાખવા માટે, દરેક ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની, માટી અને રેતી બંને દ્વારા અલગ અલગ સ્તરમાં તેનું પુરાણ કરે છે. તે દરમિયાન દરેક સ્તરમાં
જીઓગ્રીડ(Geogrid)ને ચોક્કસ અંતર મુજબ પાથરવામાં આવે છે ત્યારબાદ તેના પર માટીનો સ્તર ભરી દેવામાં આવે છે. આ જીઓગ્રીડ દ્વારા બ્રીજની બંને બાજુ પર કોંક્રિટની પ્લેટો સાથે બાંધી દેવામાં આવે છે. તેને રોલર વડે દબાવી દેવામાં આવે છે. આ પ્રકારની ટેકનિકનો ઉપયોગ કરવાથી, માટી ધસી પડતી નથી. નિષ્ણાંતોના જણાવ્યાનુસાર, જીઓ ગ્રીડ વચ્ચે માટીનું સ્તર અંદાજિત એક ફૂટ હોય છે. આવાં સ્તરે દરેક પ્લેટ દીઠ બનાવવામાં આવે છે. વરસાદ કે પુરના સમયે પણ આ પ્રકારની ટેકનિક નિર્માંણ કરેલા બ્રીજનું ધોવાણ થતું નથી.અને બ્રીજ સુરક્ષિત અને મજબૂત રહે છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
9 Comments