Big StoryGovernmentNEWS

સ્ટેડિયમ મોદીનું, પાવર પટેલનો, નામનો ખેલ : પૂર્વ વડાપ્રધાનોના નામે દેશમાં 17 સ્ટેડિયમ, સૌથી વધુ 9 નેહરુના નામે

અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમને વડાપ્રધાન મોદીનું નામ અપાયું છે. દેશમાં અન્ય સ્ટેડિયમોને પણ અગાઉ રાજકીય નેતાઓના નામ અપાયા હતા. દેશમાં આવા 17 સ્ટેડિયમ છે, જે વિવિધ નેતાઓના નામે છે. પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના નામે જ નવ સ્ટેડિયમ છે. જો કે એક પણ સ્ટેડિયમ કોઈ ક્રિકેટરના નામે નથી. જોકે, ક્રિકેટ મેનેજરોના નામે સ્ટેડિયમોના નામકરણ જરૂર થયા છે. જેમાં ચેન્નાઈનું એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ, બેંગલુરુનું ચિન્નાસ્વામી સ્ટેડિયમ, મુંબઈનું વાનખેડે અને મોહાલીનું આઈ.એસ. બિન્દ્રા સ્ટેડિયમનો સમાવેશ થાય છે.

બ્રિટિશ રાજના અધિકારીઓના નામે પણ દેશમાં ક્રિકેટ સ્ટેડિયમ છે. મુંબઈનું બ્રેબોન સ્ટેડિયમ બોમ્બેના ગવર્નર જનરલ રહેલા લોર્ડ બ્રેબોર્નના નામે છે. કોલકાતાનું ઐતિહાસિક ઈડન ગાર્ડનનું નામ બ્રિટિશ ભારતના ગવર્નર લોર્ડ ઑકલેન્ડની બહેનો એમિલી ઈડન અને ફેની ઈડનના નામે રખાયું છે.

ઇન્દિરા-રાજીવના નામે સ્પોર્ટ્સ અરેના પણ…

  • જવાહરલાલ નેહરૂ: દિલ્હી, ચેન્નાઈ, કોચ્ચિ, ઇન્દૌર, કોઈમ્બ્તુર, ગુવાહાટી, ગોવા, પૂણે અને ગાઝિયાબાદ
  • લાલ બહાદુર શાસ્ત્રી: કોલ્લમ (કેરળ), હૈદરાબાદ (તેલંગણા)
  • ઇન્દિરા ગાંધી: ગુવાહાટી, દિલ્હી, વિજયવાડામાં એરિના
  • રાજીવ ગાંધી: હૈદરાબાદ, દેહરાદુન, કોચ્ચિ
  • અટલ બિહારી વાજપેયી: લખનઉ અને હિમાચલ

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય દિવ્ય ભાસ્કર

Show More

Related Articles

Back to top button
Close