4600 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ એન્કલેવ:અમદાવાદ હવે આખા ભારતનું સ્પોર્ટ્સ સિટી તરીકે ઓળખાશે, નારણપુરામાં 458 કરોડના ખર્ચે 18 એકર જમીનમાં બનશે નવું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ

કોમનવેલ્થ, એશિયાડ અને ઓલમ્પિક જેવી ઈન્ટરનેશનલ સ્પોર્ટ્સ કોમ્પિટિશન એક જ શહેરમાં અને જગ્યાએ યોજી શકાશે
વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઉદ્ઘાટન કર્યું છે. આ સ્ટેડિયમને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ આપવામાં આવ્યું છે. તેમજ હવે અમદાવાદ ભારતમા સ્પોર્ટ્સ સિટીના નામથી ઓળખાશે. શહેરમાં એક જ જગ્યાએ કોમનવેલ્થ, એશિયાડ, ઓલમ્પિક જેવી સ્પોર્ટ્સ કોમ્પિટિશનો યોજાઈ શકશે. શહેરમાં હાલ 4600 કરોડના ખર્ચે 215 એકરમાં સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ તૈયાર થઈ રહ્યું છે. તેની સાથે નારણપુરામાં 18 એકરમાં 458 કરોડના ખર્ચે એક સ્પોર્ટ્સ કોમ્પલેક્સ પણ તૈયાર થવા જઈ રહ્યું છે. જ્યાં કોઈપણ પ્રકારની સ્પોર્ટ્સ એક્ટિવિટી થઈ શકશે.
સ્પોર્ટ્સ એન્ક્લેવમાં 3 હજાર એપાર્ટમેન્ટ બનશે
નવા તૈયાર થનારા સ્પોર્ટ્સ સંકુલમાં 3 હજાર એપાર્ટમેન્ટ બનશે. જેમાં 12 હજાર બાળકો રહી શકશે. જેઓ અહીં એક સાથે કોચિંગ લઈ શકશે. એકને સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ સાથે જોડવામાં આવશે. શહેરના નારણપુરા વિસ્તારમાં 458 કરોડના ખર્ચે અન્ય સ્પોર્ટ્સ સંકુલ બનાવવામાં આવશે.
નારણપુરાના સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં 50 ડિલક્સ રૂમ બનશે
નારણપુરામાં તૈયાર થનારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ઈન્ટરનેશનલ લેવલની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. અહીં 50 ડિલક્સ રૂમ અને 5 સ્યૂટ રૂમ સાથેનું ક્લબ હાઉસ, ઇન્ડોર અને આઉટડોર ગેમ્સ, રેસ્ટોરન્ટ, ઓલિમ્પિક કદનો સ્વિમિંગપૂલ, જીમ્નેશિયમ, પાર્ટી એરિયા, 3D પ્રોજેક્ટર થિયેટર અને ટીવી રૂમ જેવી સુવિધાઓ પણ છે. ફુટબોલ, હોકી, બાસ્કેટબોલ, કબડ્ડી, બોક્સિંગ, લોન ટેનિસ, રનિંગ ટ્રેક વગેરે જેવી બહુવિધ રમતો માટેનું આ રમતગમત સંકુલ પણ આ સ્ટેડિયમનો એક હિસ્સો બનશે.

6 મહિનામાં તૈયાર થશે સ્પોર્ટ્સ એન્કલેવ
આજે સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવનું ભૂમિ પૂજન અને નરેન્દ્ર મોદી મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આજે ભારતમાં રમત-ગમત માટે સુવર્ણ દિવસ છે. ગુજરાતના સુપુત્ર સરદાર પટેલના નામે સ્પોર્ટ્સ કોમ્પલેક્સ બનાવવામાં આવશે. જેમાં વિશ્વસ્તરના રમતોની સુવિધાઓ હશે. હવે ખેલાડીઓના કોચીંગ અને કોચના રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે. જેનું ભૂમિપૂજન રાષ્ટ્રપતિના હસ્તે કરવામાં આવ્યું છે. સ્પોર્ટ્સ સંકુલ 233 એકર જમીનમાં બનાવવામાં આવશે. જે દેશનું સૌથી મોટું સંકુલ હશે. તેમજ નારણુપુરામાં સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બનાવવામાં આવશે. ઓલિમ્પિક સહિતના રમત માટે છ મહિનામાં અમદાવાદ તૈયાર થઈ જશે. હાલ અમદાવાદ સ્પોર્ટ્સ સિટી બની રહ્યું છે.
આ એન્કલેવ દેશનું સૌથી મોટુ એન્કલેવ બનશે
સરદાર પટેલ સ્પોર્ટસ એન્કલેવ 233 એકરમાં બનતા આ એન્કલેવ દેશનું સૌથી મોટુ એન્કલેવ બનશે. સાથે-સાથે નારણપુરા વિસ્તારમાં 18 એકરમાં સ્પોર્ટસ સંકુલ પણ આકાર પામી રહ્યુ છે.આ સુવિધાઓ સાથે અમદાવાદ શહેર દેશ અને વિશ્વ આખાય માટે રમત-ગમત ક્ષેત્રે આગવી પ્રતિભા ઉપસાવવાનારુ શહેર બનશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને સરદાર પટેલ સ્પોર્ટસ એન્કલેવમાં અનેક પ્રકારની વ્યવસ્થાઓ હશે.

સ્ટેડિયમ અને એન્કલેવ સાથે આસપાસની 65 શાળાઓને જોડાશે
સ્ટેડિયમ અને એન્કલેવ સાથે આસપાસની 65 શાળાઓને જોડવાનો નિર્ણય કર્યો છે. વિદ્યાર્થીઓ સપ્તાહમાં એક દિવસ અહીં આવશે અને રમશે. આ માટે 34 બસોની વ્યવસ્થા કરાશે જેથી શાળાના વિધાર્થીઓ રમત-વીરો તેમાં રમત-ગમત માટે આંતરરાષ્ટ્રીય સ્તરની તાલીમ મેળવી શકશે. કુલ રૂ. 4600 કરોડના ખર્ચે બનનાર આ સ્પોર્ટસ એન્કલેવનું પી.પી.પી. મોડલથી નિર્માણ કરવામાં આવશે. ફુટબોલ, એથ્લેટિક, ઇન્ડોર સ્ટેડિયમ તેમજ હોકી સ્ટેડિયમ, તેમ અનેક રમતોને આવરી લેતા કુલ 20 સ્ટેડિયમ આ સંકુલમાં આકાર પામશે. રમત-ગમત ક્ષેત્રે નામના મેળવનાર શ્રેષ્ઠ યોગદાન આપનાર નામાંકિત ખેલાડીયોનું નામ આ વિવિધ સ્ટેડિયમ સાથે જોડવામાં આવશે.
નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમની વિશેષતાઓ
નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમે ઓસ્ટ્રેલિયા સ્થિત મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડની બેઠક ક્ષમતા કે જે 90 હજાર જેટલી છે તેનો વિક્રમ વટાવ્યો છે. આ સ્ટેડિયમ કુલ 2,38,714 સ્કેવર મીટર ક્ષેત્રફળ વિસ્તારમાં નિર્માણ પામેલુ છે જે ઓલમ્પિક કક્ષાના 32 ફુટબોલ ગ્રાઉન્ડ જેટલુ થાય છે. કુલ 1,14,126 ઘન મીટર કોંક્રિટ અને 13,306 મેટ્રિક ટન રેઇનફોર્સમેન્ટના ઉપયોગ વડે નિર્માણ પામ્યુ છે. 260 ટન જેટલું વજન ધરાવતી પ્રીકાસ્ટ-વાય પ્રકારની વિશિષ્ટ કોલમ પર આ સ્ટેડિયમ ટકેલુ છે.

આ વિશ્વનું એકમાત્ર સ્ટેડિયમ છે જ્યાં મુખ્ય પીચ અને પ્રેક્ટિસ પીચ માટે એક જ પ્રકારની જમીની સપાટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ વિરાટ સ્ટેડિયમમાં કુલ 11 પીચ આવેલી છે. અહીં સ્ટેટ-ઓફ ધી- આર્ટ સબ સોઇલ ડ્રેનેજ થકી માત્ર 30 મીનીટમાં વરસાદી પાણીનો નિકાલ કરી શકાય છે જેથી વરસાદના કારણે મેચ રદ્દ થતી અટકાવી શકાય છે. સ્ટેડિયમમાં પરંપરાગત હાઇમાસ્ટ ફ્લડલાઇટ્સની જગ્યાએ એનર્જી એફિસીયેન્ટ LED લાઇટના ઉપયોગથી 45 થી 50 ટકા જેટલો વીજ વપરાશમાં ઘટાડો થશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા
12 Comments