- સરકારે જમીન સંપાદન સાથે ખેડૂતોને વૃક્ષોના વળતરના દરમાં 27 વર્ષે સુધારો કર્યો
- ચંદનના ઝાડના 50 હજાર અને ચીકુના ઝાડના 38,400 રૂપિયા સુધીનું વળતર મળશે
રાજ્યમાં વિકાસ કામોમાં સંપાદિત થતી જમીનોની સાથે તે જમીન પર ખેડૂતો દ્વારા ઉછેરવામાં આવેલા ફળાઉ અને અન્ય પ્રકારના વૃક્ષોના વળદરના દરમાં 27 વર્ષ બાદ સુધારો કરવામાં આવ્યો છે. જે મુજબ સંપાદિત થતી જમીન પર આંબાના એક વૃક્ષનું મહત્તમ 40,800 રૂપિયા સુધીનું વળતર ચૂકવવામાં આવશે. જ્યારે ચીકુના ઝાડનું મહત્તમ 38,400 રૂપિયા વળતર ચૂકવાશે. ચંદનના ઝાડનું સૌથી વધુ 50 હજાર રૂપિયા સુધીનું વળતર ચૂકવાશે.
રાજ્યમાં વૃક્ષ ઉછેરના ખર્ચમાં થયેલો વધારો, ઉત્પાદનના ભાવમાં વધારો અને તે વૃક્ષ જો ખેડૂત પાસે હોત તો તેની કેટલી ઉપજ મળી શકત તે બાબતો ઉપરાંત રોપા-કલમની કિંમત, રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ અને ખેતમજૂરોના વેતમાં થયેલા વધારા જેવી બાબતોને ધ્યાનમાં રાખીને સરકારે વળતરનું ધોરણ નક્કી કર્યું છે. વૃક્ષો કેટલા વર્ષ જૂના છે તે પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે.
સંપાદન અધિકારી કિંમત નક્કી કરશે
મહેસૂલ વિભાગે સ્પષ્ટ જણાવ્યું છે કે જમીન સંપાદન અધિકારીએ સ્વવિવેક પ્રમાણે ઝાડની કિંમત નક્કી કરવાની રહેશે. સરકારે ઝાડના પ્રકાર પ્રમાણેના મહત્તમ દરો નક્કી કર્યા છે. જેમે ધ્યાનમાં લવાશે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય દિવ્ય ભાસ્કર
5 Comments