વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે પર 4 વર્લ્ડ રેકોર્ડ, 24 કલાકમાં 2.6 કિ.મી.નો કોંક્રિટ રોડ નિર્માંણ કર્યો
નિર્માંણ કાર્ય વપરાયેલી સાધનસામગ્રી અને મેનપાવર
1250 લોકો કામમાં જોડાયા, 1.50 લાખ લિટર HSDનો વપરાશ થયો, 1.30 લાખ કિલો ડોએલ બાર-ટી બાર વપરાયા, 1500 ટન ફ્લાય એશને મિક્સ કરાઇ, 80,000 કિલોગ્રામ મિકસરનો ઉપયોગ થયો, રૂ 3 કરોડના ખર્ચે 24 કલાકમાં જ 2 કિમી એક્સપ્રેસ વે તૈયાર મનુબાર-સાંપા-પાદરા રોડ પર રોડની કામગીરીમાં 1.10 લાખ સિમેન્ટની થેલીનો ઉપયોગ
દિલ્હી-વડોદરા-મુંબઇ એક્સપ્રેસ વેના વડોદરા- ભરૂચમાંથી પસાર થતા મનુબાર-સાંપા-પાદરા રોડના 63 કિમીના ભાગ પર મંગળવારે 4 વર્લ્ડ રેકોર્ડ થયા હતા. 2 કિમી લાંબો-18.75 મીટર પહોળો રસ્તો બનાવવા 24 કલાકમાં 1.10 લાખ સિમેન્ટની થેલી (5.5 હજાર ટન), 500 ટન બરફ વપરાયો અને 3 કરોડનો ખર્ચ થયો.
પહેલો રેકોર્ડ 12 હજાર સિમેન્ટ કોન્ક્રિટના ઉત્પાદન, બીજો તેના વપરાશનો, ત્રીજો એક ફૂટ જાડા અને 18.75 મીટર પહોળા રસ્તાનું નિર્માણ, ચોથો રિજિડ પેવમેન્ટ ક્વોલિટીને સૌથી વધુ વિસ્તારમાં ફેલાવવા (2 કિમી) સ્થપાયો હતો. રેકોર્ડની નોંધ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં થઇ છે.
આ કામગીરી દેશનો માઇલ સ્ટોન જે સમગ્ર દુનિયા માટે બેન્ચમાર્ક
પટેલ ઇન્ફ્રાસ્ટ્રકચર લિ.નાં એમડી,અરવિંદ પટેલ એ જણાવ્યુ કે, ભારતના માર્ગ બાંધકામ ક્ષેત્રે આ ગંજાવર કામ મોટી સિદ્ધિ છે. 15થી 20 વર્ષમાં તોડી ન શકાય તેવો આ રેકોર્ડ દુનિયામાં માઇલ સ્ટોન છે અને લોકો માટે બેન્ચ માર્ક સેટ કરાયો છે. પ્લાન્ટમાં કલાકનો 840 ક્યુબિક મીટર સિમેન્ટ કોન્ક્રિટ તૈયાર થાય છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- દિવ્ય-ભાસ્કર
9 Comments