InfrastructureNEWSUpdates

અનોખો નજારો:હડપ્પનનગર ધોળાવીરાને જોડતા માર્ગનું અદ્દભૂત વિહંગ દૃશ્ય, અહીંથી પાકિસ્તાન છે માત્ર 55 કિ.મી. દૂર

દરિયામાં ટાપુ હોય પણ કચ્છનો દુર્ગમ ખડીર વિસ્તાર તો રણદ્વિપ છે. ધોળાવીરા સહિત માત્ર 12 નાનકડાં ગામડાં ઉપરાંત, અહીં છે 5000 વર્ષ જૂની માનવ સભ્યતાને ઉજાગર કરતું હડપ્પન નગર. આ વિસ્તાર અત્યારે ચર્ચામાં છે કેમકે ધોળાવિરાને વર્લ્ડ હેરિટેજ સાઇટ ઘોષિત કરવાની પ્રક્રિયા પૂર્ણતાના પંથે છે. ડ્રોનથી પાડેલી વિહંગ તસવીરમાં અફાટ રણને ચીરતા રસ્તાનું અદ્દભૂત દૃશ્ય ઝીલાયું છે.

ઇન્સેટ તસવીર ડિસેમ્બરમાં પ્રિવેડીંગ દરમિયાન ડ્રોનથી લેવાયેલી આ જ રસ્તાની છે. રસપ્રદ વાત એ છે દેશના સૌથી મોટા કચ્છ જિલ્લાનું મુખ્ય મથક ભુજ કચ્છના જ આ સ્થળથી 225 કિ.મી. દૂર છે જ્યારે પાકિસ્તાનના નગર પારકરની સરહદ માત્ર 55 કિ.મી.ના અંતરે છે !

ટીમ બિલ્ટ ઈન્ડિયા સૌજન્ય દિવ્ય ભાસ્કર

Show More

Related Articles

Back to top button
Close